ભરુચ ઝઘડિયા વિસ્તારમાં આવેલ ગુમાનદેવ વાડી ટી સેન્ટર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
ભરૂચ ઝઘડિયા વિસ્તારમાં આવેલ ગુમાનદેવ વાડી ટી સેન્ટર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીં માટીનાં કપમાં ચા આપવામાં આવે છે. માત્ર બેસ માટે બનાવેલી ઝૂંપડીમાંથી આજે કમાણી કરી રહ્યાં છે અને લોકોને રોજગારી આપી રહ્યાં છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ પાસે આવેલુ તંદુર ચા લોકોમાં આકર્ષણ જન્માવી રહી છે. તેમજ અહીનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ સ્થળ લોકોને ખેંચી રહ્યું છે.
કોરોના કાળ દરમિયાન લોકડાઉનના સમયે અહી ગાય - ભેંસના તબેલામાં વપરાશ સમયે બચેલા વાંસમાંથી અહી ઝૂંપડી બનાવવામાં આવી હતી. તેઓએ ઝૂંપડી ખાલી બેસવા માટે જ બનાવી હતી.ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર હોવાથી તેઓએ નર્મદા પરિક્રમાવાસીઓને ચા- નાસ્તો મળી રહે તે હેતુથી શરૂઆત કરી હતી. આ ઝૂંપડી પર લોકો તંદૂર ચા પીવા માટે આવે છે અને ગામડાના કુદરતી વાતાવરણમાં જાણે ચા પીતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
પોતાની ભેંસનું દૂધ વાપરે છે
ટી સેન્ટરના માલિક સત્યદિપ ખેરે જણાવ્યું હતુ કે, તેઓનો પોતાનો તબેલો છે. જેમાં રહેલ ગાય, ભેંસનું દૂધ બહાર ન જાય માટે અને ખોટી રીતે વપરાશ ન થાય તે માટે તેનો ઉપયોગ કરે છે.અહી લોકોની ભીડ જામતા તેઓએ ગુલાબજાંબુ, કાલાજાંબુ, રબડી, સમોસા, કચોરી, ભજીયા સહિત ફાફડા બનાવવાની શરૂઆત કરી હતી.
શનિ-રવિવારની રજાઓમાં લોકો ઉમટી પડે છે
Sou માર્ગ પર આવેલ તંદુર ચાનો સ્વાદ લોકોના જીભે વળગ્યો છે. શનિ - રવિવારની રજાઓમાં 1 હજારથી 1500 લોકોની ભીડ ઉમટી પડે છે. સત્યદીપ ખેરે જણાવ્યું હતું કે, તેઓની તંદુર ટી સ્ટોલમાં 14 થી 15 લોકોનો સ્ટાફ ફરજ નિભાવે છે. તેઓ આગ્રાથી માટીના કપનો જથ્થો મંગાવે છે. માટીનો એક કપ 6 રૂપિયાનો પડે છે. તેમજ આનાથી કુંભાર લોકોને પણ રોજગારી મળે છે.
રોજ 50 લીટરથી વધુના દૂધની ચાનું વેચાણ
ગુમાનદેવ વાડી ટી સેન્ટર પર દરરોજ 50 લીટરથી વધુના દૂધની ચા વેચાય છે. તેમાં તેઓ 6 કિલો ખાંડનો વપરાશ કરે છે.અને દિવસની 3 કિલો ચા જાય છે. દિવસે તેઓના ટી સ્ટોલ પર 10 કિલોથી લઈને 50 કિલોના ગુલાબજાંબુ અને કાલાજાંબુનું વેચાણ થાય છે.
અને લગ્ન સિઝનમાં પણ તેઓ આ માટે ઓર્ડર લે છે. તેઓ આત્મનિર્ભર ભારતની પહેલ અંતર્ગત આ ટી સ્ટોલની શરૂઆત કરી હતી. તેમજ લોકડાઉનના સમયે લોકોને પણ રોજગારી મળી રહે તેઓ ઉદ્દેશ્ય હતો. અહીં આવતા ગરીબો, નર્મદા પરિક્રમાવાસીઓને વિનામૂલ્યે ચા પીવડાવે છે. અને તેનાથી તેઓને અનેરો આનંદ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર