ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના ધરતીપુત્રએ દોઢ વીઘામાં 600થી વધુ કાશ્મીરી ગુલાબની કલમો રોપી છે અને કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યાં છે. એક કિલો ગુલાબનાં 30 રૂપિયા સુધીનો ભાવ મળે છે. આ ગુલાબ ઝડપથી કરમાતા નથી.
ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના ધરતીપુત્રએ દોઢ વીઘામાં 600થી વધુ કાશ્મીરી ગુલાબની કલમો રોપી છે અને કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યાં છે. એક કિલો ગુલાબનાં 30 રૂપિયા સુધીનો ભાવ મળે છે. આ ગુલાબ ઝડપથી કરમાતા નથી.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના મંગલેશ્વર સ્ટેન્ડ પર વાવ ફળિયામાં રહેતા ખેડૂત છેલ્લા 15 થી 16 વર્ષથી કાશ્મીરી ગુલાબની ખેતી કરે છે.ખેડૂત સન્મુખભાઈ અંબાલાલ વસાવા પોતે અભ્યાસમાં 12 ધોરણ પાસ કર્યું છે. હાલ તેઓની ઉંમર 54 વર્ષ છે. તેઓ ગણોતે કરીને ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 1.5 વીઘામાં કાશ્મીરી ગુલાબ કર્યા છે.
ખેડૂત પાવાગઢના અનાવલથી કાશ્મીરી ગુલાબના છોડ લાવ્યા હતા. ખેડૂતે 600 થી 700 કલમો ઉગાડી હતી. એક કલમ 20 રૂપિયાની પડે છે. કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન છોડ ઉગાડ્યાના એક વર્ષ બાદ મળે છે.
શિયાળામાં વિપુલ માત્રામાં ઉત્પાદન
કાશ્મીરી ગુલાબની વાત કરીએ તો શિયાળાના સમયે આ ફૂલ વધુ થાય છે. શિયાળામાં વિપુલ માત્રામાં ફૂલ થાય છે. કાશ્મીરી ગુલાબની વિશેષતાએ રહેલી છે કે, તે સામાન્ય ગુલાબની જેમ જલ્દી ખરી પડતા નથી. ગુલાબ ચાર દિવસ થાય તો પણ ખરતા નથી. આ કારણે તેઓને ઘણો ફાયદો રહે છે. કાશ્મીરી ગુલાબ માટે ખેડૂત ખાતર તરીકે એનપીકે, સલ્ફેટ, પોટાશ તેમજ ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરે છે.
કાશ્મીરી ગુલાબનો માર્કેટ ભાવ હાલ 25 થી 30 રૂપિયા
કાશ્મીરી ગુલાબનો માર્કેટ ભાવ હાલ 25 થી 30 રૂપિયા કિલો ચાલે છે. ખેડૂત ગામમાં જ વેપારીઓને વેચાણ અર્થે આપે છે. ગુલાબની વાત કરીએ તો વેચાણ માટે તે સુરત સુધી જાય છે. તેની માર્કેટમાં માંગ પણ વધુ છે. લગ્નપ્રસંગના સમયગાળામાં તેનો વધુ ઉપયોગ થાય છે. મંડપ ડેકોરેશન સહિતમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓછી મહેનત અને ઓછા ખર્ચે વિપુલ આવક
આ અંગે ખેડૂત સન્મુખભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે. એમાં પણ તેઓને રોકડીયો પાક ગુલાબની ખેતી વધુ માફક આવે છે. કાશ્મીરી ગુલાબ એવી જાતના ગુલાબ છે કે ત્રણથી ચાર દિવસ સુધી કરમાઈ જતા નથી. કાશ્મીરી ગુલાબની માર્કેટમાં માંગ પણ વધુ છે. તેનું ઉત્પાદન પણ સારું મળી રહે છે. કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન ચોમાસા અને શિયાળાની સિઝનમાં વધારે થાય છે. જ્યારે ઉનાળામાં તેનું ઉત્પાદન થતું નથી. રોકડિયા પાક કાશ્મીરી ગુલાબની ખેતીમાં ઓછી મહેનતે મબલક ઉત્પાદન મળી રહે છે.