અંકલેશ્વરમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલમાં દ્રષ્ટિહીન મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન સફળ થતા રેવાબેનને દ્રષ્ટિ મળી છે. બન્ને આંખમાં કિકી સફેદ થતા જોય શકતા ન હતાં.
અંકલેશ્વરમાં આવેલી જયાબેન મોદી હોસ્પિટલમાં દ્રષ્ટિહીન મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન સફળ થતા રેવાબેનને દ્રષ્ટિ મળી છે. બન્ને આંખમાં કિકી સફેદ થતા જોય શકતા ન હતાં.
Aarti Machhi, Bharuch : અંકલેશ્વરમાં રહેતા રેવાબેન મંગાભાઇ વસાવાની બન્ને આંખની કિકી સફેદ થઇ ગઇ હતી. જેના કારણે આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. બાદ જયાબેન મોદી હોસ્પિટલમાં આંખની કિકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રેવાબેનને દ્રષ્ટિ મળી હતી.
કિકી સફેદ થઈ જવાથી બંને આંખની દ્રષ્ટિ ગુમાવી
અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા રેવાબેન મંગાભાઇ વસાવાની બન્ને આંખની કિકી સફેદ થઈ જવાથી બંને આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. જેના કારણે વર્ષોથી કામ કરી શકતા ન હતા. તેમજ અનેક જગ્યાએ આંખોને બતાવી હતી. તેનું કોઈ જ નિદાન આવ્યું ન હતું. પગલે રેવાબહેન પરિવારના સભ્યો સહિત બીજા ઉપર નિર્ભર હતા. આંખની કીકી બદલવાનું ઓપરેશન સફળ બાદ રેવાબેનને જયાબેન મોદી હોસ્પિટલમાં આંખની સારવાર અંગેની સલાહ આપવામાં આવી હતી. જયાબેન મોદી હોસ્પિટલમાં આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. શ્રીમતી જયાબહેન મોદી હોસ્પિટલમાં જી. સી. નોહાર રોટરી આઇ બેંક અંતર્ગત રેવાબેનની બન્ને આંખની કિકી બદલવાનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ થયું હતું. સફળ ઓપરેશન બાદ મહિલાને તેઓની દ્રષ્ટિ પાછી મળી વર્ષ 2018થી જી. સી. નોહાર રોટરી આઇ બેંક કાર્યરત છે. જેમાં રેવાબેન મંગાભાઈ વસાવાનું વર્ષ 2020 માં જમણી આંખની કિકી બદલવાનું ઓપરેશન કરાયું હતુ. બાદ ડાબી આંખની કિકી બદલવાનું ઓપરેશન પણ સફળ કરાયું છે. કિકી બદલવાનું સફળ ઓપરેશન બાદ મહિલાને રેવાબેનને દ્રષ્ટિ પાછી મળી ગઈ હતી. પગલે રેવાબેન ખુશખુશાલ જોવા મળ્યા હતા.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.