Home /News /bharuch /Bharuch: પતંગના ફિરકા આટલા મજબૂત કે તૂટશે નહીં, અહીં બને સ્ટીલના ફિરકા

Bharuch: પતંગના ફિરકા આટલા મજબૂત કે તૂટશે નહીં, અહીં બને સ્ટીલના ફિરકા

X
અંકલેશ્વર

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં ઉત્પાદન થતા પતંગના ફિરકાનું રાજ્યભરમાં ચલણ

ભરૂચ જિલ્લાની સૌથી મોટી અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આકાશી યુદ્ધના પતંગના ફિરકાનું મોટી માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે. ફક્ત 6 લોકોનો સ્ટાફ 3 મહિનાથી સ્ટીલના ફિરકા બનાવે છે. જોકે હાલ કોરોનાનો માહોલ બનતા વેપારીમાં નિરાશા છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં આકાશી યુદ્ધ માટે બનતા પતંગ બાદ ફિરકાની ફેકટરી ધમધમતી થઇ છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં નાના મોટા મળી 300થી વધુ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં મકરસંક્રાતિના તહેવારમાં પતગ ઉડાડવા માટેના ફિરકા બનાવવાની ફેકટરી પણ છે.

હાલ ઉતરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારે માર્કેટમાં ઉતરાયણ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દુકાનોમાં પતંગોનું વેચાણ કે પછી ફેક્ટરીઓમાં ફિરકાઓ બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની મેઘાણી ચોકડી નજીક જે.પી ઇન્ડસ્ટ્રીઝ પાસે મોહન એન્જિનિયરિંગ ફેક્ટરી ખાતે સ્ટીલના ફિરકા બનાવવામાં આવી રહ્યા છે.



સ્ટીલના ફિરકા બનાવવાનું કામ શરૂ થાય છે

સંદીપ છત્રીવાલા લાખોની માત્રામાં સ્ટીલના ફિરકાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તેઓ દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે તેનું મુહૂર્ત કરે છે અને કામની શરૂઆત કરે છે. તેઓની ફેક્ટરીમાં છ માણસનો સ્ટાફ છે,જેમાંથી ત્રણ મહિલાઓ કામ કરે છે.



સંદીપ ચંદ્રકાંત છત્રીવાલા છેલ્લા 20 વર્ષથીથી ફીરકા બનાવવાનું કામ કરે છે. આ સ્ટીલના ફિરકાઓ અંકલેશ્વર,ભરૂચ,વડોદરા, સુરત, ખંભાત સહિત દક્ષિણ ગુજરાતમાં નિકાસ થાય છે.



કોરોનાને પગલે ઘરાકીમાં ઘટાડો થશે તેવી ચિંતા વ્યક્ત કરી

સંદીપ ચંદ્રકાંત છત્રીવાલાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરી ચલાવે છે. ઉતરાયણ પર્વમાં તેઓ ઘણા વર્ષોથી સ્ટીલના ફિરકા બનાવે છે. તેનું મેન્યુફેક્ચરિંગનું કામ ઘણા વર્ષોથી કરે છે. છેલ્લા 20 વર્ષથી સ્ટીલના ફીરકા બનાવે છે. જથ્થાબંધ હોલસેલમાં વેચાણ કરે છે.



સુરત, વલસાડ,બારડોલી, નવસારી, અંકલેશ્વર, ભરૂચમાં તેઓના માલનું વેચાણ થાય છે. કરજણ,નડિયાદ, ખંભાત,વડોદરા સહિતના વિસ્તારોમાં જથ્થાબંધ માલનું વેચાણ કરે છે. માર્કેટમાં ત્રણ ચાર દિવસથી માહોલ ઠંડો થઈ ગયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોનાને પગલે ઘરાકીમાં ઘટાડો થશે એમ લાગી રહ્યું છે. હજારો કરતા પણ વધુ સ્ટીલના ફિરકા તેઓની ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.



ફેકટરીમાં બનતા ફિરકા અનેક શહેરોમાં પતંગ રસિકોના હાથમાં હશે

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ફિરકાની ફેકટરી ખાતે ફક્ત 6 જ કામદારો ત્રણ મહિનાની મહેનત કરી સ્ટીલના ફિરકાનું મોટી માત્રામાં ઉત્પાદન કરે છે.છેલ્લા 20 વર્ષથી સતત ઉત્પાદન કરતી આ ફેકટરીમાં બનતા ફિરકા અનેક શહેરોમાં પતંગ રસિકોના હાથમાં 14મી જાન્યુઆરીના રોજ હોય છે.



ફેકટરીના માલિકને કોરોના કાળમાં નિરાશા જોવા મળી હતી, ત્યારે હાલ બુસ્ટર ડોઝ સાથે લોકો પણ સ્ટીલ જેવા થઈ ગયા છે. તેવા સમયે આ વર્ષની ઉત્તરાયણ ફેકટરીના માલિક માટે સારી રહે તેવી આશા સેવીને બેઠા છે.ઉત્તરાયણના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ઉત્પાદન થતા ફિરકા જિલ્લાવાસીઓ માટે નવાઈની વાત તો કહીશ જ શકાય છે.
First published:

Tags: Bharuch, Local 18, Uttarayan