Home /News /bharuch /Bharuch: શીખોની ગુરુદ્વારામાં લંગરની અલગારી પરંપરા ગુજરાતમાં પણ જોવા જેવી છે

Bharuch: શીખોની ગુરુદ્વારામાં લંગરની અલગારી પરંપરા ગુજરાતમાં પણ જોવા જેવી છે

X
શીખ,

શીખ, પંજાબ, સિંધી સમાજના 500 જેટલા લોકો અંકલેશ્વરમાં વસવાટ કરે છે

અંકલેશ્વર શહેરમાં વસતા પંજાબી સમાજના લોકો દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગરનું આયોજન કરે છે. અહીં શીખ, સિંધી સમાજનાં 500 જેટલા લોકો વસવાટ કરે છે. ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વરમાં ગુરુદ્વારાનું નિર્માણ આશરે 60 વર્ષ પહેલા નાના હોલમાં કરવામાં આવ્યું હતું. જે સમયે ઓએનજીસીની શરૂઆત થઇ ત્યારે પંજાબ સહિત ગુજરાત બહારથી શીખ ધર્મના લોકો ઓએનજીસીમાં નોકરી કરવા અર્થે આવ્યા હતા. ત્યારે તેઓએ જોયું કે, અહી એક ગુરુદ્વારાનું નાનું સ્થાન નવીનગરીમાં વસતા શીખ સમાજ દ્વારા સાચવવામાં આવતુ હતુ. જેમ જેમ ઓએનજીસીમાં શીખ સમાજના લોકો વસતા ગયા તેમ તેમ આ ગુરુદ્વારાનો વિકાસ થતો ગયો અને આજે મોટી બિલ્ડીંગમાં ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે.



શીખ, સિંધી સમાજના અંદાજિત 500 જેટલા લોકોનો અંકલેશ્વરમાં વસવાટ

શીખ ધર્મનું ગુરુદ્વારા એક એવું સ્થાન છે કે, જ્યાં દરેક સમાજના લોકો દર્શન માટે આવી શકે છે. આ ગુરુદ્વારામાં જાતિ કે ઊંચ નીચનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ગુરુદ્વારાનું નિશાન એવી ધજા જોઈને લોકોને ખ્યાલ આવી જાય છે અહીં એક ગુરુદ્વારા છે. અંકલેશ્વરમાં શીખ, સિંધી સમાજના આશરે 500 જેટલા લોકો વસવાટ કરે છે. ગુરુદ્વારામાં ભજન-કીર્તન સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.



દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગરનું આયોજન

દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગર એટલે કે પ્રસાદ(ભોજન) વિનામૂલ્યે આપવામાં આવે છે. બહારથી આવતા યાત્રાળુઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈ પણ વ્યકિત ખરાબ પરિસ્થિતિમાં ગુરુદ્વારામાં આવી જાય તો તેને શક્ય એટલી મદદ કરવામાં આવે છે. શીખ ધર્મનો એવો નિયમ છે કે, કોઈ પણ ગરીબ વ્યકિતઓને આગળ પડતી મદદ કરે છે.



ગુરુદ્વારામાં ગુરુગ્રંથ સાહેબની સ્થાપના કરાઇ

શીખ ધર્મના 10 ગુરૂઓ હતા. 10 ગુરુઓ પછી ગુરુપ્રથા બંધ કરીને ગુરુગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુગ્રંથ સાહેબને લોકો નતમસ્તક કરીને એમનામાં વિશ્વાસ રાખે છે. તેમ કરવાથી તેઓની તકલીફ દૂર થાય છે અને તેઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
First published:

Tags: Bharuch, Local 18

विज्ञापन