Home /News /bharuch /Bharuch: દરિયો તોફાની થવાના એંધાણ, 29 ગામ એલર્ટ :રહો સાવધાન 

Bharuch: દરિયો તોફાની થવાના એંધાણ, 29 ગામ એલર્ટ :રહો સાવધાન 

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ

ભરૂચના દહેજ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે અને 29 ગામ એલર્ટ કરાયા છે.

Aarti Machhi, Bharuch: અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે.જેના કારણે ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના 3 તાલુકાના 29 જેટલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ



ડીપ ડિપ્રેશનને પગલે તંત્ર પણ સાબદું બની ગયું છે. તંત્રએ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના 29 ગામો એલર્ટ કરાયા


અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને પગલે દરિયા કિનારાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 29 ગામમાં દહેજ, જાગેશ્વર, ભાડભૂત, આલિયાબેટ, વમલેશ્વર, અખોડ , લખીગામ, લુવારા, અંભેટા, રહીયાદ, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી, ગંધાર, અલાદરા, પણિયાદરા, પાદરીયા, નણરાવી,ગોલાદરા, સમલી, કંટીયાજાળ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી, હાંસોટ સહિતના ગામનો સમાવેશ થાય છે. ગામોના લોકોને પણ દરિયા કિનારાની આસપાસ ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ ક્યારે આપવામાં આવે

પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. સિગ્નલમાંં પવનની ઝડપ વધુ ગંભીર હોતી નથી. દરિયામાં દુરવર્તી વાવાઝોડાની અસર દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે . ભારતીય હવામાન વિભાગે પાઠવેલા સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી દર્શાવવા માટે કરવામાં છે.

ભરૂચ જિલ્લામાં અનેક માછીમારો દરિયાલાલ પર નિર્ભર

ભરૂચ જિલ્લામાં અંદાજિત 5000 જેટલા પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેના પર નિર્ભર છે. નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થાનના કારણે અહીં અનેકવિધ પ્રચલિત માછલીઓ આવે છે.જેની નિકાસ કરવામાં આવે છે . દહેજ ખાતે અનેક ઉદ્યોગો પણ આવેલા છે. જેઓને પણ સંભવિત વાવાઝોડાના કારણે નુકસાન ન થાય તે માટે એલર્ટ કરી દેવાયા છે.
First published:

Tags: Bharuch, Gujarat sea, Local 18