Home /News /bharuch /Bharuch: ભાઇ-બહેને ઇડલી-સાંભાર વેચવાનુ શરૂ કર્યું, સ્વાદ એવો કે લાઇનો લાગે છે

Bharuch: ભાઇ-બહેને ઇડલી-સાંભાર વેચવાનુ શરૂ કર્યું, સ્વાદ એવો કે લાઇનો લાગે છે

X
પ્રતિન

પ્રતિન ચોકડી વિસ્તારમાં ભાઈ બહેને એન્જિનયર ઇડલીવાલા નામથી વ્યવસાય શરૂ

અંકલેશ્વરનાં કેતનભાઇ અને તેમનાં બહેન કૃતિબેન ઇડલી સંભારનો વ્યવસાય કરી રહ્યાં છે. બે કલાકમાં 225 પ્લેટનું વેચાણ થઇ જાય છે.

Aarti Machhi, Bharuch: સાઉથ ઇન્ડિયન બ્રેક ફાસ્ટ ઈડલી સંભાર અનેક લોકોનો પ્રિય હોય છે. સવારના સમયે તેને હેલ્ધી માનવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ભાઈ- બહેને ભેગા મળી નવા કોન્સેપટ સાથે ઈડલી સંભારના વ્યવસાયની શરૂઆત કર્યો છે.

હાંસોટ રોડ પર આવેલી નીલકંઠવીલા સોસાયટીમાં રહેતા યુવક કેતન મહેતાએ અભ્યાસમાં સોફ્ટવેર એન્જિનિયરીંગ કર્યું છે. અમદાવાદમાં નોકરી કરતા હતા. કોરોના બાદ છેલ્લા 3 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. કેતનભાઇનાં બહેન કૃતિબેન મહેતાએ અભ્યાસમાં બીકોમ કર્યું છે અને બેંક ઓફ બરોડામાં ફરજ નિભાવતા હતા.



વ્યવસાય શરૂ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો

કેતન મહેતા અમદાવાદમાં નોકરી કરતા હતા. દરમિયાન વહેલી સવારમાં અમદાવાદમાં હેલ્ધી નાસ્તો ઈડલી સંભાર, પૌવા કરતા હતા અને 6 થી 8 મહિના બપોરે લંચ તરીકે ઈડલી- સાંભાર જમતા હતા.



બાદ અંકલેશ્વરમાં વહેલી સવારે લોકોને ઓઇલી, સમોસા કરતા હેલ્ધી ઈડલી- સાંભારનો નાસ્તો મળી રહે તો કેવું?, આ અંગે પરિવાર સાથે વાત કરી. ભાઈ બહેને એકબીજાને સપોર્ટ કરી વ્યવસાયની છેલ્લા એક મહિનાથી શરૂઆત કરી છે.



ઈડલી- સાંભારના વ્યવસાયમાં રોકાણ

ઈડલી, સંભારના વ્યવસાયમાં કેતને શરૂઆતમાં 50 થી 60 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. એન્જિનિયર ઇડલીવાલા લખેલો કેનોપી બનાવડાવ્યો છે. રોજ વહેલી સવારે કેનોપી સેટ કરે છે. વહેલી સવારે ભાઈ- બહેન 3 કલાકે ઉઠી જાય છે.



ઈડલી- સાંભાર બનાવવાની શરૂઆત કરી છે. સવારે 7.30 કલાકથી ધંધાની શરૂઆત કરે છે. વહેલી સવારે 7.30 થી 11.30 કલાક દરમિયાન ઈડલી- સાંભારનું વેચાણ કરે છે. પહેલા 100 પ્લેટનું વેચાણ થતું હતુ. હાલ 225 પ્લેટ પણ 2 જ કલાકમાં પૂર્ણ થઇ જાય છે.



આગળ શું કરવાનો વિચાર?

કેતન મહેતા ભવિષ્યમાં વ્યવસાયમાં બહેનને સપોર્ટ કરી ફૂલ ટાઈમ કરવાનું વિચારી રહ્યા છે. તેમજ ઈડલી- સાંભારમાં નવી વેરાયટી ઉમેરવાના છે. તેમજ વ્યવસાય વધુ ડેવલોપ થાય તે હેતુથી અન્ય સ્થળે પણ ખોલવાનો વિચાર કરી રહ્યા છે. આ વ્યવસાયમાં કારીગરોને પણ જોડી ભવિષ્યમાં મોટાપાયે કરવા માંગ છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Fast food, Fast food business, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો