Aarti Machhi, Bharuch : ભરૂચના પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુકલતીર્થ ખાતે 25 અને 26 ફેબ્રુઆરીના બે દિવસીય શુકલતીર્થ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ ખાતે બે દિવસીય ઉત્સવનું આગોતરું આયોજન થનાર છે. આ હેતુસર કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારુ આયોજન અંગે મીટિંગનું આયોજન કરાયું હતું. જ્યારે કલેક્ટર તુષાર સુમેરાએ સર્વગ્રાહી સમીક્ષા કરી નદી ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ કરી હતી.
કલાકાર કમલેશ બારોટ તથા ગીતાબેન રબારી આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રસંગે તા. 25 ફેબ્રુઆરીએ ખ્યાતનામ કલાકાર કમલેશ બારોટ તથા તા. 26 ફેબ્રુઆરીએ ગીતાબેન રબારી જેવા કલાકાર લોકોને મનોરંજન પુરૂ પાડીને શુકલતીર્થ ઉત્સવ જેવા નવો આયામ આપશે. આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ તથા અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.