Home /News /bharuch /Bharuch : ઉત્તરાયણમાં આ બ્રિજ પરથી પસાર થતા નહીં લાગે ભય , આ છે સલામતીની વ્યવસ્થા

Bharuch : ઉત્તરાયણમાં આ બ્રિજ પરથી પસાર થતા નહીં લાગે ભય , આ છે સલામતીની વ્યવસ્થા

X
વાહનચાલકોની

વાહનચાલકોની સુરક્ષા માટે પાલિકાએ તાર બાંધ્યા

ભરુચ શહેરના ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ ઉપર ઉત્તરાયણ પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચાલકોની સુરક્ષા માટે પાલિકાએ તાર બાંધવાની કામગીરી હાથ ધરી છે.ગત વર્ષે અહીં મહિલાનું મોત થયું હતું.

Aarti Machhi, Bharuch : ભરૂચ નગર પાલિકાએ આકાશીયુદ્ધના પર્વ ઉત્તરાયણ પર્વ પહેલા જસફાળી જાગી છે અને આગોતરું આયોજન કરી દીધું છે. આ વર્ષે અત્યારથી જ પાલિકાએ વાહનચાલકોની સલામતી અર્થે ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજની એક તરફ કેબલ બાંધી દીધા છે.

ગત વર્ષે પતંગની દોરીથી મહિલાનું મોત થયુ હતું

ભરૂચના ભોલાવ વિસ્તારના ભૃગુઋષિ બ્રિજ ઉપર ગત વર્ષે પ્રાણઘાતક ઘટના બની હતી. જેમાં દ્વિચક્રી વાહન પર જતી નાની બાળકી સાથે એક મહિલાને પતંગની દોરીથી ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું હતું.

લોકોની સલામતી માટે બ્રિજ પર ટાર લગાવ્યા

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગની દોરી પક્ષીઓની સાથે જ હવે માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો માટે પણ જીવલેણ સાબિત થઇ રહી છે. ત્યારે આ વર્ષે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે ઉદ્દેશ્યથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર લગાવવામાં આવ્યા છે.



પતંગની દોરી વાગવાના અનેક બનાવો બને છે

ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના અનેક બનાવો સામે આવતા હોય છે,ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરીથી વાહન ચાલકોને કોઈ ઇજા ના થાય તે માટે લોખંડના તાર પાલિકા તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે.

ભૃગુઋષિ બ્રિજ વાહન ચાલકોની વધુ અવર જવર

ભરુચ શહેરના કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે. તેમજ સાંજના સમયે અહી ટ્રાફિક જોવા મળે છે.ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા હોય છે.



અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રની કામગીરી

ઉત્તરાયણ જેવા શુભ પર્વે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચાલુ વર્ષે લોખંડના તાર બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે વાહન ચાલકોને પણ ચિંતામુક્ત જોવા મળી રહ્યા છે.
First published:

Tags: Bharuch, Bridge, Local 18, Security