બીએસસી શિક્ષિત નોકરિયાત યુવાનના મુંબઈ કુલ્લડ પીઝાનો અનોખો વ્યવસાય
ભરૂચનાં દર્શન કરંજે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. કંપનીમાં નોકરી કરે છે. તેમજ સાંજનાં 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી કુલ્લ્ડ પીઝાનું વેચાણ કરે છે. કુલ્લ્ડ પીઝાનાં વ્યવસાયમાંથી મહિને 50 હજારની આવક થાય છે.
Aarti Machhi, Bharuch: પીઝા ખાવા માટે યુવક- યુવતીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં યુવાને એક અલગ જ કોન્સેપટ સાથે મુંબઈના કુલ્લ્ડ પીઝાનો વ્યવસાય શરૂ કર્યો છે. શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચની આલ્ફા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાન દર્શનભાઈ રાજેન્દ્રભાઈ કરંજે છેલ્લા 5 મહિનાથી હરેક્રિષ્ણા કુલ્લ્ડ પીઝાના વ્યવસાયની શરૂઆત કરી છે. ભરૂચના શ્રવણ ચોકડી પાસે આલ્ફા સોસાયટીના ગેટ પાસે દર્શને કુલ્લ્ડ પીઝા, ચોકલેટ વેફલ્સની ટેમ્પો લારી શરૂ કરી છે. સાંજે 7 કલાકથી રાત્રિના 11 કલાક દરમિયાન દર્શન કુલ્લ્ડ પીઝાનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યાં છે.
BSCનો અભ્યાસ કર્યો, નોકરી સાથે વ્યવસાય કરે
દર્શન કરંજેએ પારુલ યુનિવર્સીટીમાંથી 2 વર્ષ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ કર્યું હતુ. ત્યારબાદ ન ફાવતા તેઓએ છોડી દીધું હતુ. ત્યારબાદ દર્શને ભરૂચની જે. પી. કોલેજ ખાતે BSCનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
બાદ તેઓએ GACL કંપનીમાં નોકરી કરી રહ્યા છે. જેમાં તેઓને દર મહિને 17થી 18 હજાર પગાર મળે છે. વ્યવસાયની પણ શરૂઆત કરી છે.
વ્યવસાય શરૂ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો
દર્શન કરંજે તેઓના બહેનના ઘરે મુંબઈ જતા હતા. મુંબઈમાં કુલ્લ્ડ પીઝા સહિતનું વેચાણ થાય છે. દરમિયાન તેઓને મનમાં વિચાર આવ્યો કે, હું ભરૂચમાં પણ કુલ્લ્ડ પીઝાનો વ્યાપાર કરું તો કેવું રહે ? આમ વિચારીને દર્શને યુવક- યુવતીઓનો મનપસંદ પીઝાનો વ્યવસાય કરવા માટે મન મક્કમ બનાવી દીધું
અને તેઓના પરિવારમાં તેઓ સાથે 4 સદસ્યો છે. માતા, પિતા અને બહેન. દર્શને પરિવાર સાથે ચર્ચા કરી સહમતિ મેળવી અને વ્યવસાય માટેની શરૂઆત કરી છે. તેમાં તેઓની ફેમિલીનો સારો સપોર્ટ છે.
કુલ્લ્ડ પીઝાના વ્યવસાયમાં રોકાણ અને હાલ આવક
કુલ્લ્ડ પીઝાના વ્યવસાયમાં દર્શને શરૂઆતમાં 4 થી 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. ટેમ્પો લારી બનાવડાવી છે. જે હાલ લોકોમાં આકર્ષણ જન્માવી રહ્યુ છે. તેઓ ચીઝ કુલ્લ્ડ પીઝા, વેજ કોર્ન ચીઝ કુલ્લ્ડ પીઝા, ઓલિવ ચીઝ કુલ્લ્ડ પીઝા,
માર્ગરીટા પીઝા, વેજ પીઝા બનાવી વેચાણ કરે છે. મીની ચોકલેટ, ચોકલેટ વેફલ્સ,બટર સ્કોચ વેફલ્સ સહિતનું બનાવીને વેચાણ કરી રહ્યા છે. દિવસે 2 થી 3 હજારની આવક થાય મહિને 50 હજારની આવક થાય છે.