Home /News /bharuch /Bharuch : અસાધ્ય રોગમાંથી લોકોને મળી મૂક્તિ, અહીં સંત મફત આપે છે જડીબુટ્ટી

Bharuch : અસાધ્ય રોગમાંથી લોકોને મળી મૂક્તિ, અહીં સંત મફત આપે છે જડીબુટ્ટી

X
ઝઘડિયા

ઝઘડિયા તાલુકાનાં વણખૂંટા ગામને સંત વિશ્રામ મહરાજ જંગલમાંથી જડીબુટ્ટીઓ લાવી ઔષધિઓ બનાવે છે. અનેક બીમારથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપી રહ્યાં છે. અસાધ્ય રોગમાં લોકોને રાહત મળી છે. મુંબઇ, દિલ્હીથી લોકો આવી રહ્યાં છે.

ઝઘડિયા તાલુકાનાં વણખૂંટા ગામને સંત વિશ્રામ મહરાજ જંગલમાંથી જડીબુટ્ટીઓ લાવી ઔષધિઓ બનાવે છે. અનેક બીમારથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપી રહ્યાં છે. અસાધ્ય રોગમાં લોકોને રાહત મળી છે. મુંબઇ, દિલ્હીથી લોકો આવી રહ્યાં છે.

    Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં વણખુંટા ગામથી પાડા ગામને જોડતા માર્ગ ઉપર સુરા હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં સંત વિશ્રામ મહારાજ આયુર્વેદ અને જડીબુટ્ટી આપ લોકોનાં દુ:ખ દુર કરી રહ્યાં છે. અહીંથી લોકોને અસાધ્ય રોગમાંથી રાહત મળી છે. વિનામૂલ્યે સારવાર આપે છે.


    આ ઔષધિઓનો ઉપયોગ કરે છે, ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો
    સંત વિશ્રામ મહારાજે ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો છે. તેમજનાં જ્ઞાનનાં આધારે જડીબુટ્ટી આપી લોકોનાં દુ:ખ દૂર કરી રહ્યાં છે. સાંધાનાં દુ:ખાવા સહિતની એક બીમારી દૂર કરે છે. જંગલમાંથી મદુરી, કાંદો, જંગલી કાંદો, રગતરોયડોની છાલ સહિતની ઔષધિઓની દવા બનાવે છે. આ ઔષધિઓને પીસીને પાવડર, ચૂરણ બનાવી બીમાર લોકોને આપી રહ્યાં છે.


    અનેક રોગમાં મળે રાહત, મુંબઇ, દિલ્હીથી લોકો આવે છે
    વિશ્રામ મહારાજ કેન્સર, હાથ, પગના દુ:ખાવા, ડાયાબિટીસ, એસિડિટી,  કિડની,  હાડકા તૂટી જવા, શરીર વધી જવું, બ્લડ કેન્સર, આંખનું કેન્સર, કમર દુ:ખાવા સહિતના રોગોથી રાહત આપતી આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપી રહ્યા છે. આયુર્વેદિક દવાઓ લેવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. લોકો મુંબઈ, દિલ્હી, સુરત, વડોદરા, અમદાવાદ, મોરબી, ભાવનગર  સાહિતના મોટા શહેરોમાંથી આવે છે.


    જ્ઞાતિના ભેદભાવ વિના લોકોની સેવા
    વિશ્રામ મહારાજ પાસે તમામ જ્ઞાતિના દુ:ખીયારાઓ ઔષધીઓ લેવા આવે છે. જેમાંથી અનેક લોકો સાજા થઈ ગયા છે. કોઈપણ નાતજાતના વિના મહંત આયુર્વેદિક ઔષધી આપે છે.

    શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.

     
    First published:

    Tags: Bharuch, Local 18