Home /News /bharuch /ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસે આ 100 સ્થળો પર રન ફોર યુનિટી દોડ યોજાશે
ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસે આ 100 સ્થળો પર રન ફોર યુનિટી દોડ યોજાશે
સોમવારે 9 તાલુકાના 100 અલગ અલગ સ્થળો પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે.
Aarti Machhi, Bharuch : ભારત સરકાર દ્વારા વર્ષ 2014 માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓકટોબરથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 રજવાડાઓ સાથે ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.રાષ્ટ્રને એક કરવાના પટેલના પ્રયાસોને સ્વીકારવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આ વર્ષે 9 તાલુકાના અલગ અલગ 100 સ્થળોએ એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે. તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં અને નગર પાલિકાઓમાં જુદી જુદી જગ્યાએથી એકતા દોડનું આયોજન કરાયું છે.
ભરૂચ તાલુકા ખાતે 15 એકતા દોડ જ્યારે ભરૂચ નગરપાલિકામાં 05, વાગરા તાલુકામાં 10, અંકલેશ્વર તાલુકામાં 10, અંકલેશ્વર નગરપાલિકા ખાતે ૫, હાંસોટ ખાતે 7, જંબુસર ખાતે 10 અને જંબુસર નગરપાલિકામાં ૫, આમોદ ખાતે ૭ આમોદ નગરપાલિકા ખાતે ૩, વાલીયા ખાતે ૭, ઝઘડિયા ૧૦ અને નેત્રંગ ખાતે ૬ મળી કુલ-૧૦૦ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે
તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શનિવારે એકતા રેલી યોજાઈ હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડથી હેડક્વાર્ટસ ડીવાયએસપી એ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.પોલીસ જવાનો, હોમ ગાર્ડસ, બિટીઇટીના જવાનો અને મહિલા પોલીસ હાથમાં તિરંગા સાથે માર્ચ પાસ્ટ યોજી હતી. શહેરીજનોમાં એકતા અને દેશદાઝના સંદેશા સાથે એકતા રેલી સ્ટેશન રોડ, પાંચબત્તી સહિત વિવિધ માર્ગો ઉપર ફરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી.