Home /News /bharuch /Bharuch: દિવ્યાંગોને નહી લેવો પડે કોઈનો શહારો, જાણો કોણે કરી અનોખી મદદ

Bharuch: દિવ્યાંગોને નહી લેવો પડે કોઈનો શહારો, જાણો કોણે કરી અનોખી મદદ

X
કુત્રિમ

કુત્રિમ અંગો અર્પણ કરાતા દિવ્યાંગો પોતાના નિજી કામ જાતે કરીને આત્મ નિર્ભર બન્યા 

અંકલેશ્વર રોટરી કલબ દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ૩૦૦ દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.લોકોને કુત્રિમ અંગો મળતા હવે રમી શકશે,પોતાની મેળે જમી શકશે.તેમજ દિવ્યાંગો પોતાના નિજી કામ જાતે કરીને આત્મ નિર્ભર બન્યા છે.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને નારાયણ સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે કુત્રિમ અંગ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. શિબિર માટે જરૂરી આર્થિક સહયોગ કલા મંદિર જ્વેલર્સના મોહનલાલજી સાકરીયા અને પાનોલીના પરમ કેમિકલ્સના પંકજભાઈ ભરવાડાનો મળ્યો છે.અહીં લોકોને કુત્રિમ અંગો મળતા હવે રમી શકશે,પોતાની મેળે જમી શકશે.

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરમાં આવેલી જયાબહેન મોદી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં હતુ. ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકલાંગોના ઓપરેશન માટેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કુત્રિમ અંગો માટેનું માપ પણ લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300 થી વધુ વિકલાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.

વિકલાંગો માટે કુત્રિમ અંગો તૈયાર થયા બાદ આજરોજ કૃત્રિમ અંગો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ દિવ્યાંગ લાભાર્થીઓને અંગો લગાવી આપવામાં આવ્યા હતા. કુત્રિમ અંગો અર્પણ કરાતા દિવ્યાંગો પોતાના નિજી કામ જાતે કરીને આત્મ નિર્ભર બન્યા છે અને તેઓના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. આ કેમ્પમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી, ઝઘડીયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી,હિતેન આનંદપુરા તેમજ દાતાઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

3 વર્ષના બાળકથી લઈ 70 વર્ષના લોકોએ ભાગ લીધો

રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના બાળકથી લઈને 70 વર્ષ સુધીના વૃદ્ધોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે. જે વ્યકિત જમી નથી શકતા તે હવે જમી શકશે, નાના છોકરાઓ રમી શકશે, દોડી શકશે. શિબિર માટે જરૂરી આર્થિક સહયોગ કલામંદિર જ્વેલર્સના મોહનલાલજી સાકરીયા અને પાનોલીના પરમ કેમિકલ્સના પંકજભાઈ ભરવાડાનો મળ્યો છે.

ઝઘડિયાની એસ કે આયોડિનનો પણ સેવા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જાહેરાત કરી હતી કે, આ કૃત્રિમ અંગ વિતરણ અંગેનો પ્રોજેક્ટ કાયમ માટે રહેશે. જ્યાં સુધી રોટરી ક્લબ છે ત્યાં સુધી આ પ્રોજેક્ટ રહેશે અને જેને પણ કુત્રિમ અંગ માટે સહાય કરવા રોટરી કલબ ઓફ અંકલેશ્વર હંમેશા તત્પર રહેશે.
First published:

Tags: Organ donation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો