Home /News /bharuch /Bharuch: RFOએ નિવૃત્તિ બાદ કરી ડ્રેગન ફ્રૂટ ખેતી, જાણો ક્યાંથી મળી પ્રેરણા

Bharuch: RFOએ નિવૃત્તિ બાદ કરી ડ્રેગન ફ્રૂટ ખેતી, જાણો ક્યાંથી મળી પ્રેરણા

X
વાલિયા

વાલિયા ગામના RFO.નિવૃત્તિ કાળમાં આધુનિક ખેતી સાથે સંકળાઇ ઉગાડ્યા ડ્રેગન ફ્રૂટ

વાલિયા ગામના આર.એફ.ઓ.એ નિવૃત્તિ કાળમાં આધુનિક ખેતી સાથે સંકળાઇ ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા છે.પોતાની જમીનમાં 600 રોપા રોપ્યા છે.માર્ગદર્શન કેમ્પમાંથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની પ્રેરણા મળી હતી.

Aarti Machhi, Bharuch: નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતો માટે જંગલ ખાતા દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ વાલિયા ખાતે આવતા તે સમયના આર.એફ.ઓ ગજેન્દ્રસિંહ ભરથાણીયાએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગદર્શન કેમ્પ થકી આર.એફ.ઓને નિવૃત્તિ બાદ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની પ્રેરણા મળી હતી.પોતાના વાલિયા-દેસાડ રોડ ઉપર આવેલા ખેતરમાં 45 રૂપિયાના એક છોડ એવા કુલ 600 રોપા રોપ્યા છે.

ઘર માટે ખાવા રોપેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન જોઈ તેઓ ચોંકી ઉઠ્યા

ખેડૂતે રોપેલ ડ્રેગન ફ્રુટ પોતાના ઘર માટે ખાવા તેમજ અન્ય લોકોને આપવા માટે બનાવ્યા હતા પ્રથમ બેથી ચાર મહિનામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન જોઈને તેઓ પણ ચોકી ઉઠ્યા હતા.તેમની ધારણા કરતા પણ વધારે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતુ.


ડ્રેગન ફ્રુટ લાગતા જ તેની ખરીદી માટે લોકો ઉમટ્યા

નિવૃત્ત આરએફઓએ બનાવેલ ડ્રેગન ફ્રુટ લાગતા જ તેની ખરીદી માટે લોકોની લાઈન લાગી હતી.તેમજ તેઓએ અન્ય લોકોને પણ ડ્રેગન ફ્રુટ આપ્યા હતા.


પોતાના પરિવારના ખાવા માટે વાવેલા ડ્રેગન ફ્રુટ જે કોઈ આવે તેને ખાવા માટે મફત આપતા હતા.


ડ્રેગન ફ્રૂટની જાળવણી માટે થાંભલા ઊભા કર્યા

હાલ ડ્રેગન ફ્રૂટની જાળવણી તેઓ કરી રહ્યા છે. પ્રથમ તો તેઓએ જાડી સાથે ડ્રેગન ફ્રૂટ ઉભા કર્યા હતા. પરંતુ ટેકાના અભાવે તે નીચે પડી જતા હતા.


જેને પગલે ડ્રેગન ફ્રૂટના છોડ તેઓ વાસના સહારે વધુ મજબૂતાઈ સાથે છોડ ટકી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
First published:

Tags: Bharuch, Dragon farming, Local 18