Home /News /bharuch /Bharuch :ગોલ્ડન અને સિલ્વર નંબર મેળવવાની વાહન ચાલકો માટે સોનેરી તક, જોજો ચૂકી ન જતા
Bharuch :ગોલ્ડન અને સિલ્વર નંબર મેળવવાની વાહન ચાલકો માટે સોનેરી તક, જોજો ચૂકી ન જતા
ભરુચ આર ટી ઓ દ્વારા ઓકશનની મુદ્દતમાં વધારો
ભરુચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE-AUCTION ની મુદત વધારવામાં આવી છે.ગોલ્ડન અને સિલ્વર નંબરની હરરાજી કરવામાં આવશે. તેના માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
Aarti Machhi, Bharuch : વાહનમાં પસંદગીના નંબર લગાડવાનો અનેક લોકોને જબરો શોખ હોય છે અને પસંદગીના નંબર મેળવવા હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે.નંબરના શોખીન ચાલકોને ધ્યાને રાખીને ભરૂચ આરટીઓ દ્વારા ઓકશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE-AUCTION શરૂ કરવામાં આવ્યું છે.
ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે
કચેરીમાં M/cY (ફોરવ્હીલ વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ16-DL, નંબરની સીરીઝોનુ RE-AUCTION શરૂ ક૨વામાં આવ્યું છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ONLINE http://parivahan.gov.in/fancy ૫૨ online ૨જીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઈ શકશે. જાહેર જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવી છે.
વાહન ચાલકોએ ઓકશનમાં નોંધણી માટે શું કરવું
1. તારીખ 01/01/2023 (04 : 00 PM) થી તારીખ 03/01/2023 ના (03.59:59 PM) સુધી AUCTION માટેના ફોર્મે ૨જીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.
2. તારીખ 03/01/2023 ના રોજ 04 PM થી તા. 05/01/2023 ના રોજ 04 PM સુધી AUCTION માટેનું Bidding Open ૨હેશે.
3. તારીખ 06/01/2023ના રોજ ફોમૅ જમા કરવાના રહેશે.
4. જે અ૨જદારોના ઈ–ફોમ, CNA ફોર્મ, વાહન ખરીદવાના સાત દિવસની અંદર ONLINE SUBMIT ક૨વાનું ૨હેશે. જો ફોર્મે કચેરીએ રજુ કરેલુ નહી હોય તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહીં.
5. વધુ માહિતી માટે https://youtube/Q3a9k/Q13kc. (E-Auction procedure)
ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરની 30 દિવસમાં હરરાજી
વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મે અપલોડ ક૨વાનું રહેશે. વાહનના સેલ લેટ૨માં સેલ તારીખથી 60 દિવસના અંદ૨ના જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન અને સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકાશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે 30–દિવસની અંદરના અરજદારોએ હરરાજી કરી શકાશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.