રામકુંડ ખાતે પરિક્રમા વાસીઓ માટે વિનામૂલ્યે અન્નકૂટ સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ
અંકલેશ્વરના રામકુંડમાં પરિક્રમાવાસીઓ માટે રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. જેથી પરિક્રમાવાસીઓ માટે રામકુંડ આશ્રય સ્થાન બન્યું છે. રોજના રોજના 1500 જેટલા લોકો અહીં આવી રહ્યા છે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વર હાસોટ માર્ગ પર આવેલા રામકુંડને પૌરાણિક માનવામાં આવે છે. નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમા વાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે.આ સ્થળે મહંત ગંગાદાસબાપુ અને તેઓના અનુયાયો દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા જમવા અને મેડિસિન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે.
ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓ માટે અનેક ધાર્મિક સ્થળોએ અન્નકૂટની વ્યવસ્થા કરવામાં આવે છે. અંકલેશ્વરના રામકુંડ ખાતે નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા, જમવા તથા મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ વ્યવસ્થાને લઈ પરિક્રમાવાસીમાં ખુશી જોવા મળી છે. ભરૂચ જિલ્લાની અન્ય સંસ્થાઓ પણ પરિક્રમાવાસીઓ માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરે તે અત્યંત જરૂરી છે.
રામકુંડ પર 1500 પરિક્રમાર્થી આવી રહ્યા છે
રામકુંડમાં અપાતી સેવાઓ અંગે મહારાજે જણાવ્યુ હતુ કે, રામકુંડ તીર્થ ઉપર અમરકંટકથી રેવાસાગર સુધી નર્મદા પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી રહ્યા છે. ચાલુ વર્ષેમાં નર્મદાની કૃપાથી રોજના 1000 થી 1500 પરિક્રમાવાસીઓ રામકુંડ આવે છે. તેમને રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવે છે. કોઈની તબિયત ખરાબ હોય તો વિના મૂલ્યે દવાઓ આપવામાં આવે છે.
લોકો પોતાની શક્તિ પ્રમાણે પરિક્રમા કરે
પરિક્રમા માટે કોઈ સૂતા સૂતા આવે છે. કોઈ દંડવત પરિક્રમા કરે છે, તો કોઈ બસ, ગાડી લઈને, ટ્રેન અને ચાલતા પરિક્રમા કરવા માટે આવે છે. લોકો પોતાના પાસે સમયને અનુલક્ષીને પરિક્રમા કરે છે. આ સેવા વર્ષોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે.
માત્ર નર્મદા નદીની જ પરિક્રમા થાય છે
દુનિયાની એક માત્ર નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. નર્મદા નદીની પરિક્રમાનો લ્હાવો અનેરો છે. દેશની સૌથી લાંબી અને એક માત્ર નર્મદા નદી છે.મધ્ય પ્રદેશમાં અમરકંટકથી નિકળી 1800 કિમીનો લાંબો જળ પ્રવાહ ધરાવતી નર્મદા નદી રાજ્યના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ કોટેશ્વર તીર્થ નજીક અરબી સાગરમાં વિલીન થઈ જાય છે. નર્મદા પરિક્રમા વાસીઓ માટે અંકલેશ્વર રામકુંડ ખાતે અનેક સુવિધાઓ આપવામાં આવે છે.