Home /News /bharuch /Bharuch: રામ જાનકી ગૌ શાળામાં છે 110 ગાય, ગમે તેટલું દૂધ થાય બહાર લઇ જવાની મનાઇ!

Bharuch: રામ જાનકી ગૌ શાળામાં છે 110 ગાય, ગમે તેટલું દૂધ થાય બહાર લઇ જવાની મનાઇ!

X
અંકેલશ્વરના

અંકેલશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગાઉં શાળા 

ભરુચના અંકલેશ્વરમાં રામકુંડ તીર્થ ઉપર રામ જાનકી ગૌ શાળામાં 90 ટકા ગીર ગાય છે. અહીંનું દૂધનું વેચાણ કરવામાં આવતું નથી. ગાયના વાછરડા ખેડૂતોને આપવામાં આવે છે. થોડા સમય પહેલા જ રાજકોટથી 4.50 લાખનો સાંઢ લાવ્યા છે.

    Aarti Machhi, Bharuch : આપણી હિંદુ સંસ્કૃતિમાં ગાય એ માત્ર પ્રાણી નથી,ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવામા આવે છે. ગાયને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ગાયને શુભ અને કરુણા અને ધર્મનિષ્ઠાનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભરૂચના અંકલેશ્વરના રામકુંડ સ્થિત રામ જાનકી ગૌ શાળા આવી છે. અહીં લગભગ નાની મોટી 108 થી 110 જેટલી ગાય છે. બાલમંદિર, દુધાળીથી લઈને સેવાવાળી ગાય છે. અમુક વાછરડી, વાછરડા, દુધાળી ગાય રાખવામાં આવી છે.

    1 ગાયને 22 કિલોથી વધુ ખોરાક અપાય

    રામ જાનકી ગૌ શાળામાં ગાયની સેવા કરવામાં આવે છે. એક ગાયને 22 થી 28 કિલો સુધીનો ખોરાક આપવામાં આવે છે. ખોરાકમાં સુકો, અનાજ, ભૂસુ સહિત લીલો ચારો આપવામાં આવે છે. ગૌ શાળામાં ગીર ગાય છે. તો ગૌ શાળામાં ગાયના દૂધને વેચવામાં આવતું નથી પણ સાધુ સંતોને, નર્મદા પરિક્રમાવાસીઓને આપવામાં આવે છે.



    વાછરડા ખેડૂતોને આપવામાં આવે છે

    ગાયને ઘાસચારો, ચવાણું આપવામાં આવે છે. અહી ગાયોને સિંધવ મીઠું આપવામાં આવે છે. સિંધવ મીઠાથી ગાયની પાચન શક્તિ સારી રહે છે.તેમજ ગાયના શ્વાસો શ્વાસમાંથી દુર્ગંધ ન આવે તેમજ ગાયને પણ તેનો ટેસ્ટ સારો લાગે છે.અહીની ગાયના વાછરડાઓને ખેડૂતોને વિના મૂલ્યે આપવા આવે છે. અનેક શ્રધ્ધાળુઓ ગૌ શાળાની મુલાકાત અર્થે આવે છે.



    દૂધ આશ્રમની બહાર જતું નથી

    મહારાજે જણાવ્યું હતું કે,મારો નિયમ છે કે,હું દૂધ ક્યારેય વેચતો નથી. જેટલું પણ જે કંઈ દૂધ થાય તે આશ્રમ બહાર જતું નથી. ગાયોના દૂધને સાધુ- સંતો, નર્મદા પરિક્રમાવાસીઓ, ગરીબોને આપવામાં આવે છે. રામકુંડની ગૌ શાળામાં હું સરકારી ગ્રાન્ટ લેતા નથી. લોકો અલગ અલગ રીતે પોતાની સેવા આપવા માટે આવે છે. લોકોની રામ જાનકી ગૌ શાળા ઉપર ખાસ શ્રદ્ધા રાખે છે.



    રાજકોટથી 4.50 લાખનો સાંઢ લાવ્યા

    સમગ્ર ગૌ શાળા ગીર ઉપર લઇ જઇ રહ્યા છે. તેઓએ ગૌ શાળા રાજકોટથી 4.50 લાખનો સાંઢ લાવ્યા છે. ગૌ શાળામાં 90 ટકા ગીર ગાય છે. તેઓ વાછરડીઓને ગરીબોને ખેતી તેમજ દૂધ માટે દાન કરે છે. તેમજ રામ જાનકી ગૌ શાળા ખાતે સેવા આપતા આદિવાસીઓના ઘરે અહીંની જ ગાયનું દૂધ પીવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bharuch, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन