ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકના પ્રગતિશીલ ખેડૂતે ગ્રીન એપલની ખેતી કરી છે. સૂકા પ્રદેશમાં સફરજની ખેતી કરી અન્ય ખેડૂતોને રાહ ચીંધી છે. લીલા સફરજનાં 47 છોડ વાવ્યાં છે. આ છોડ ત્રણ વર્ષનાં થયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકના પ્રગતિશીલ ખેડૂતે ગ્રીન એપલની ખેતી કરી છે. સૂકા પ્રદેશમાં સફરજની ખેતી કરી અન્ય ખેડૂતોને રાહ ચીંધી છે. લીલા સફરજનાં 47 છોડ વાવ્યાં છે. આ છોડ ત્રણ વર્ષનાં થયા છે.
Aarti Machhi, Bharuch : ભરૂચના અંકલેશ્વરના જુના બોર ભાઠાબેટ ગામના ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત 7 વીઘા જમીનમાં અલગ અલગ પાકની ખેતી કરી રહ્યા છે. જેમાં મુખ્ય પાક કેળ છે. ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે. ખેડૂતે હિમાચલથી લીલા સફરજનના હરિમન 99 જાતના પ્લાન્ટ મંગાવ્યા ખેડૂતે હાલ ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂતે હિમાચલથી લીલા સફરજનના હરિમન 99 જાતના પ્લાન્ટ મંગાવ્યા છે. ખેડૂતે લીલા સફરજનના 50 છોડ મંગાવ્યા હતા. જેમાંથી 47 છોડ વાવ્યા છે.3 વર્ષ આગાઉ ખેડૂતે તેનું વાવેતર કર્યું હતું. હવે લીલા સફરજન પર ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઇ ગઇ છે.
ખેડૂત ખેતીમાં દર 2 મહિને કંઈકને કઈ નવા પ્રયોગો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ ખેડૂત ભરત પટેલના ખેતરની મુલાકાત લીધી છે. ખેડૂત ભરત પટેલે જણાવ્યું હતું કે, દર 2 મહિને ખેતીમાં કંઈકને કઈ નવા પ્રયોગો કરતા રહે છે. ખેડૂતના ખેતીના પ્રયોગોથી અન્ય ખેડૂતને પણ કંઇક નવું કરવાની પ્રેરણા મળશે.
ખેતીમાં નવું રૂપ આપવા માટે લીલા સફરજનની ખેતી કરી ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતર અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. છેલ્લા 3 વર્ષથી ખેતીમાં નવું રૂપ આપવા માટે લીલા સફરજનની ખેતી કરે છે. જેમાં જીવામૃત, છાણીયું ખાતર, વીકમ્પોષ્ટ, વેસ્ટડી કમ્પોસ્ટ સહિતનો ઉપયોગ કરે છે. જેનાથી ખેડૂતને સારું ઉત્પાદન મળે છે.
લીલા રંગના સફરજન સ્વાસ્થ્ય માટે ઉત્તમ લીલા સફરજન સ્વાદમાં ખાટા અને મીઠા હોય છે. લીલા સફરજન ઉચ્ચ ફાઇબર મેટાબોલિઝમમાં વધારો કરવામાં મદદ કરે છે. લીલા રંગના સફરજન યકૃતને સુરક્ષિત કરે છે. લીલા સફરજન લીવર અને પાચક શક્તિને સ્વસ્થ રાખે છે. આંતરડાની પ્રણાલીને સ્વચ્છ રાખે છે. લીલા સફરજન હાડકાઓને મજબૂત બનાવે છે. જાડાપણું અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આ સફરજન ખાવાથી કોલેસ્ટરોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રહે છે.