Home /News /bharuch /Bharuch: કોળી પટેલ સમાજમાં નવી રાહ ચિધતો કિસ્સો, પુત્રવધુનુ કન્યાદાન કરી દીકરીને જેમ વિદાય આપી

Bharuch: કોળી પટેલ સમાજમાં નવી રાહ ચિધતો કિસ્સો, પુત્રવધુનુ કન્યાદાન કરી દીકરીને જેમ વિદાય આપી

X
અંકલેશ્વરની

અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીમાં ડોકટર પુત્રવધુના સાસુ-સસરાએ લગ્ન કરાવ્યા

અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં કોળી સમાજની  વસ્તી છે. સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો બન્યો હતો. કોળી સમાજનાં પ્રકાશભાઇ પટેલના પુત્રનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. ડોકટર પુત્રવધુનાં લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું. સમાજે આ પગલાને આવકાર્યું હતું.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં કોળી પટેલ સમાજની બહુલ વસ્તી છે. કોળી પટેલ સમાજની રહેણીકરણી અને રીત રીવાજો અનેરા હોય છે. ત્યારે આજરોજ મુળ હાંસોટ તાલુકાના અને હાલ અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિષ્ઠિત એવા પ્રકાશ પટેલ અને તેઓના પરિવારજનોમાં અનોખો પ્રસંગ બન્યો હતો.

કોળી પટેલ સમાજના પ્રકાશ પટેલ અને તેઓના પત્નીએ ડોક્ટર પુત્રવધુનું આજે કન્યાદાન કરી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે.પટેલ પરિવારના પુત્રનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. બાદ પુત્રવધુને સાડા ત્રણ વર્ષ પુત્રીની જેમ ઉછેર કર્યો હતો. સાસુ-સસરાએ પુત્રવધુ વિધવા તરીકે નહીં પરંતુ ફરી સંસારિક જીવન વ્યતીત કરે તે માટે વિચાર કર્યો હતો.



સમાજના આગેવાનોની હાજરીમાં લગ્ન પ્રસંગનું આયોજન

અંકલેશ્વરના નટુભાઈ પટેલના એન્જિનિયર પુત્ર ધવલ પટેલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બાદ સમાજના આગેવાન મગન પટેલ અને ડી.સી.સોલંકી સહિત સમાજના અન્ય આગેવાનો ની હાજરીમાં કેશવ પાર્ક ખાતે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સાસુ-સસરાએ પુત્રવધુનું કન્યાદાન કરી તેને આશીર્વાદ આપ્યા હતા.



કોળી સમાજના આગેવાનોએ સાસુ-સસરાને બિરદાવ્યા

પુત્રવધૂનું લગ્ન સંપન્ન થયા કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ પુત્રવધૂનું કન્યાદાન કરનાર સસરા પ્રકાશભાઈ પટેલ અને તેઓના પત્નીની ઉદારતા જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા અને સમાજ માટે નવી રાહ ચીંધનાર સાસુ-સસરાને બિરદાવ્યા હતા. અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં પુત્રવધુના લગ્નને પ્રથમ કિસ્સો ગણાવી કોળી પટેલ સમાજ માટે ઉદાહરણ રૂપ કિસ્સો ગણાવ્યો છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Local 18, Marriage

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો