ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં રહેતા દાસ કાકાના અથાણાની શરૂઆત વર્ષ 1975 થી કરવામાં આવી હતી. જ્યારે શરૂઆત કરી ત્યારે 60 કિલો બનાવતા હતા. ભરતભાઈ પટેલના મમ્મી પપ્પાએ આ વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને ભરતભાઈ અને તેઓના પત્ની આશાબહેન ભરતભાઈ પટેલ આ વ્યવસાય સંભાળી રહ્યા છે.
ભરૂચ: અથાણું શબ્દ જ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. ભારત જેવા દેશમાં એમાં પણ ગુજરાતમાં અથાણું ઘણું જાણીતું અને ફેમસ છે. ઉનાળાની સીઝન શરૂ થતાં કેરીનો મુરબ્બો, કાચી કેરીનું અથાણું શરૂ થઈ જાય છે. જમવાના બે ટાઇમના ભોજનમાં અથાણું પીરસાઈ જાય એટલે પેટ સાથે મન પણ શાંત થઈ જતું હોય છે.
દાસ કાકાના અથાણાની શરૂઆત 1975માં કરાઈ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં રહેતા દાસ કાકાના અથાણાની શરૂઆત વર્ષ 1975 થી કરવામાં આવી હતી. જ્યારે શરૂઆત કરી ત્યારે 60 કિલો બનાવતા હતા. ભરતભાઈ પટેલના મમ્મી પપ્પાએ આ વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને ભરતભાઈ અને તેઓના પત્ની આશાબહેન ભરતભાઈ પટેલ આ વ્યવસાય સંભાળી રહ્યા છે.
દાસ કાકાના અથાણાની બ્રાન્ડ
આશાબેન ભરતભાઈ પટેલ કિડની પેશન્ટ છે. તેઓએ ત્રણ વખત ડાયાલિસિસ કરાવ્યું છે. તેમ છતાં તેમના ઉત્સાહથી આ વ્યવસાય કરી રહ્યા છે. તેઓએ અભ્યાસમાં ધોરણ 12 પાસ કર્યું છે. તેમના પરિવારમાં કુલ ચાર સદસ્ય છે. વર્ષ 2008 પછી અથાણાને દાસ કાકાના અથાણાની બ્રાન્ડ આપી હતી.
રોજ 1 ટનથી સવા ટન જેટલું ફેક્ટરીમાં બને છે અથાણું
હાલ લક્ષ્મી ગૃહ ઉદ્યોગમાં જેટલી જરૂરિયાત હોય તેટલું અથાણું બનાવવામાં આવે છે. જોકે 400 ટન તેનું વેચાણ થઈ રહ્યું છે. રોજ એક ટનથી સવા ટન જેટલું તેઓની ફેક્ટરીમાં અથાણું બનાવવામાં આવે છે.
15 પ્રકારના અથાણા
15 પ્રકારના અથાણા શ્રી લક્ષ્મી ગૃહ ઉદ્યોગમાં બને છે. તેમાં કેરીનું મીઠું અથાણું, કેરીનું તીખુ અથાણું, છૂંદો, મુરબ્બો, લીલા મરચા, લાલ મરચાના અથાણા, ગોળ-કેરીનું અથાણું, લસણ, ચણા મેથીનું અથાણું, મિક્સ અથાણા, આખી મેથીનું અથાણું સહિતના અથાણાનો સમાવેશ થાય છે.
અથાણાં ભરૂચ જિલ્લા સહિત દૂર દૂર સુધી પ્રખ્યાત
લક્ષ્મી ગૃહ ઉદ્યોગ થકી આશા બહેન પટેલ 10 થી 15 લોકોને રોજગારી આપે છે. તો લક્ષ્મી ગૃહ ઉદ્યોગની આજુબાજુ ભરત ભાઈએ પોતાના દાદાના પ્રકૃતિમય વિચારથી 20 થી 25 વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે. ઉત્તર પ્રદેશથી કારીગરો આવી અહીં રોજગારી મેળવે છે. તો દર અઠવાડિયે કે 10 દિવસે ડિલિવરી કરવામાં આવે છે.તો અથાણા બારેમાસ બને છે. આ અથાણાં રાજપીપળા, શિનોર, વડોદરા, તરસાલી, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, કીમ, પલસાણા, મઢી, મહારાષ્ટ્રના નંદુરબાર સુધી જાય છે.