જંબુસરનાં કાવી ગામમાં ઇકબાલ શેઠનો હલવો પ્રખ્યાત છે. ભારત ઉપરાંત લંડન, આફ્રિકા અને અમેરિકા સુધી હલવો પહોંચે છે. હલવાની શરૂઆત કરી ત્યારે માત્ર સાત રૂપિયાનો કિલો હલવો મળતો હતો.
જંબુસરનાં કાવી ગામમાં ઇકબાલ શેઠનો હલવો પ્રખ્યાત છે. ભારત ઉપરાંત લંડન, આફ્રિકા અને અમેરિકા સુધી હલવો પહોંચે છે. હલવાની શરૂઆત કરી ત્યારે માત્ર સાત રૂપિયાનો કિલો હલવો મળતો હતો.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે વર્ષ 1976થી ઈકબાલ શેઠે હલવો બનાવવાની શરૂઆત કરી હતી. હાલ ઇકબાલ શેઠનાં પુત્રો બાપ દાદાનો વ્યવસાય સંભાળી રહ્યા છે. અહેસાન ઈકબાલ શેઠ સહિત ત્રણેય ભાઈઓ વ્યવસાય કરી રહ્યા છે. આ હલવો દેશ વિદેશમાં પ્રખ્યાત છે.
ઈકબાલ શેઠના ત્યાં કયા કયા પ્રકારનો અને કેટલી કિંમતે હલવો વેચાય છે વર્ષ પહેલા માત્ર સાત રૂપિયામાં કિલોએ હલવો મળતો હતો. જો કે હાલ દૂધ, ડ્રાયફ્રુટ સહિતની કિંમતમાં વધારો થતા હલવાની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કિંમત હાલ વધીને 320 રૂપિયા કિલો થઇ છે. સાદો હલવો 320 રૂપિયા કિલો, દૂધ મલાઈ હલવો 360 રૂપિયે કિલો, ટોપરા પાક હલવો 360 રૂપિયે કિલો, માવા મલાઈ હલવો 400 રૂપિયા કિલો, ડ્રાયફ્રુટ હલવો 440 રૂપિયે કિલો, પિસ્તા બદામ ગ્રીન હલવો 440 રૂપિયે કિલો, શાહી પિસ્તા પિંક હલવો 480 રૂપિયે કિલો, મલાઈ અંજીર હલવો 480 રૂપિયા કિલો, અખરોટ બદામ હલવો 480 રૂપિયે કિલો, ટીકડી હલવો 320 રૂપિયા કિલો, કાશ્મીરી ડ્રાયફૂટ હલવો 600 રૂપિયા કિલો, ખજુરપાક 600 રૂપિયા કિલોના ભાવે વેચાણ થાય છે. સ્પેશિયલ પેંડા 320 રૂપિયા કિલો, કેસર પેંડા 360 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.
દાદીમાની ટીકડીથી હલવો બનાવવાની શરૂઆત ઈકબાલ શેઠના સમયે તેઓ પ્લેન હલવાનું વેચાણ થતું હતું. દાદીમાની ટીકડીથી હલવો બનાવવાની શરૂઆત થઈ હતી. ઈકબાલ શેઠે આવ્યા પછી તેમાં અલગ જ રીતે શરૂઆત કરી હતી. અને તેઓના દિકરાઓ આવ્યા બાદ વેરાઈટી લઈને આવ્યા છે. હાલ ઈકબાલ શેઠના હલવાના વ્યવસાયમાં ત્રણ ભાઈઓ સહિત આઠ લોકો સંકળાયેલા છે.
તહેવારમાં 150 થી 200 કિલો સુધીનું વેચાણ ઈકબાલ શેઠના હલવામાં રોજેરોજ 50 કિલોથી વધુનું વેચાણ થાય છે. દિવાળી, રક્ષાબંધન સહિતના તહેવારોમાં 150 થી 200 કિલો સુધીનું વેચાણ થાય છે. આ હલવાની દેશ વિદેશમાં માંગ છે. લંડન, આફ્રિકા, અમેરિકા સુધી આ હલવો કુરિયર થઈને જાય છે. તેઓની પોતાની એક જ શાખા છે. બહાર માર્કેટમાં વેચવા માટે જતા નથી. તેમજ વેપારીઓને વેચાણ અર્થે આપતા પણ નથી.