Aarti Machhi, Bharuch : હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના બજારોમાં ધાણી, દાળિયા, ખજુર, પતાસાના હારડાનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ધાણી સહિતની ચીજવસ્તુઓમાં સરેરાશ 20 ટકાનો ભાવ વધારો થયો છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે ધાણી, દાળિયા, ખજુર, પતાસા ખાવાનો અનન્ય મહિમા રહેલો છે. આજે પણ હોળી પ્રગટાવાય ત્યારે ખજુર, ધાણી, દાળિ યા અને ચણા હોળીમાં પધરાવી હોળીની પ્રદક્ષિણા લોકો ફરે છે. ધાણી, ખજુર તેમજ પતાસાના હારડાનું વેચાણ ભરૂચ શહેરમાં અલગ અલગ સ્થળોએ હોળી ધુળેટી પર્વે ધાણી, ખજુર, પતાસાના હારડાનું વેચાણ થઇ રહ્યુ છે. ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં જયેશ ચણાવાલા હોળી પર્વે છેલ્લા 30 થી 35 વર્ષથી ધાણી, ખજૂર, હારડા, ચણા, સીંગનું વેચાણ કરે છે. જયેશ ચણાવાલા અને તેઓનો પુત્ર કમલ ચણાવાલા મકાઈની લાલ ધાણી, ચણા, ખજૂર, મમરા, મગફળી, હારડાનું વેચાણ કરે છે.
ગત વર્ષ કરતા 20 ટકાનો ભાવ વધારો ચાલુ વર્ષે ધાણી, ચણા, ખજૂર, મમરા, હારડાના ભાવમાં ગત વર્ષ કરતા 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોટી ધાણીનો ભાવ કિલોના 100 રૂપિયા, નાની ધાણીનો ભાવ કિલોએ 80 રૂપિયા, ચણાનો ભાવ અઢીસોના 40 રૂપિયા, ખજૂરનો ભાવ કિલોએ 140 રૂપિયા, મગફળીનો ભાવ કિલોએ 160 રૂપિયા, હારડાનો ભાવ કિલોએ 120 રૂપિયા છે. વેપારી જયેશ ચણાવાલાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે હોળી પર્વની ધાણી સહિતની વસ્તુઓની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટશે. તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.