Home /News /bharuch /Bharuch: અહીં થાય છે પેન્શનરના કામ, 17મીએ ખાસ સાધારણ સભા

Bharuch: અહીં થાય છે પેન્શનરના કામ, 17મીએ ખાસ સાધારણ સભા

પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવશે.

ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવશે. તેમજ ખાસ સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રંસગે 5 લોકોનું સન્માન કરવામાં આવશે.

Aarti Machhi, Bharuch: ભરૂચના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે તારીખ 17 ડિસેમ્બર 2022ના પેન્શનર મંડળની સાધારણ સભા મળશે. શનિવારના રોજ સવારના 9.30 કલાકે સાધારણ સભા યોજાશે. આ મંડળ દ્વારા સમયાંતરે મીટીંગો પણ યોજવામા આવે છે અને તેમાં પેન્શન ને લગતી જાણકારી પણ આપવામાં આવે છે

વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન થશે

સાધારણ સભામાં અલગ અલગ અન્ય ક્ષેત્રમાં તેજસ્વીતા પ્રાપ્ત કરેલા 5 લોકોનું સન્માન કરવામાં આવશે. મંડળના સભાસદે તેઓના પુત્ર કે પૌત્રીઓને 2002ના વર્ષમાં લેવાયેલી બોર્ડ, કોલેજ, યુનિવર્સીટીની પરીક્ષામાં તેમજ અન્ય ક્ષેત્રમાં તેજસ્વીતા પ્રાપ્ત કરી હોય તે લોકોનું સન્માન કરવામાં આવશે.

સમયસર મીટીંગમાં હાજર રહેવા સભ્યોને તાકીદ

સામાજીક, રાજકીય કે સરકારી ક્ષેત્રમાં ઉંચો હોદ્દો પ્રાપ્ત કર્યો હોય તેવા લોકોનું સન્માન કરવામાં આવશે. આ કામે નિયમ નમુનામાં માહિતી પેન્શનર મંડળની કચેરીમાંથી નિયત ફોર્મ મેળવી મંડળને માહિતી પુરી પાડી મંડળના ઓળખપત્ર સાથે સમયસર મીટીંગમાં હાજર રહેવા સભ્યોને જણાવવામાં આવ્યું છે.

પેન્શનર મંડળ દ્વારા સમયાંતરે મીટીંગોનું આયોજન

ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા રિટાયર થયેલા અને પેન્શન મંડળ સાથે સંકળાયેલા સભ્યોના વિકાસ લક્ષી કામો પણ કરે છે આ મંડળ દ્વારા સમયાંતરે મીટીંગોનું આયોજન કરવામાં આવે છે અને પેન્શનને લગતી જાણકારી આપવામાં આવે છે. આ પેન્શન મંડળની સાધારણ સભા વર્ષમાં એક વખત યોજાય છે.જેમાં વાર્ષિક હિસાબો, વાર્ષિક પ્રવૃત્તિઓ સહિતના અહેવાલ રજૂ કરવામાં આવે છે અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવે છે.
First published:

Tags: Bharuch, Local 18, Pensioner