Home /News /bharuch /Bharuch: ONGC બ્રિજનું સમારકામ આખરે બોર્ડની પરીક્ષાને લઈ મોકૂફ, છાત્રોને ફાયદો

Bharuch: ONGC બ્રિજનું સમારકામ આખરે બોર્ડની પરીક્ષાને લઈ મોકૂફ, છાત્રોને ફાયદો

ઓ.એન.જી.સી.બ્રિજનું સમારકામ આખરે તંત્રે બોર્ડની પરીક્ષાને લઈ મોકૂફ કર્યું

અંકલેશ્વર ONGC બ્રિજને સમારકામ માટે 12 દિવસ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. બ્રિજ બંધ કરાતા વિરોધ થયો હતો. અંતે પરીક્ષાને લઇ જાહેરનામુ રદ કરવામાં આવ્યું હતું અને બ્રીજ કાર્યરત કરાયો હતો.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારે સાંજે OLD NH 8 ઉપર આવેલા અંકલેશ્વર ONGC બ્રિજને સમારકામ માટે બંધ કરવા જાહેરનામું જારી કરાયું હતું. અંકલેશ્વર શહેરને GIDC સાથે જોડતો આ વર્ષો જૂનો સ્પાન બ્રિજ જર્જરિત બન્યો હતો. બ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા આજે 14 માર્ચ થી 25 માર્ચ 12 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ગડખોલ ફ્લાયઓવરનો બન્ને તરફ ડાયવર્ઝન અપાયું હતું

બ્રિજ સુરત, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી હતો.



બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન NH 48 સર્વિસ રોડ પરથી હવા મહેલ પીરામણ ગામ ચૌટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવરનો બન્ને તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.



વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ જાહેરનામું રદ કરાયુ

આજે મંગળવારથી જ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. પરીક્ષા 29 માર્ચ સુધી ચાલતી હોય વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.



સોશિયલ મીડિયામાં પણ આ અંગે અનેક પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરાઈ હતી.અંતે આજે મંગળવારે RDC એન.આર. ધાંધલ દ્વારા સમારકામ માટે બ્રિજને બંધ કરતું જાહેરનામું હજારો વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ રદ કરાયું છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Local 18, Road