તોષી માતાજીની વર્ષગાંઠ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. તો ભરુચ જિલ્લામાં પણ સંતોષી મતાજીની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
Aarti Machhi, Bharuch: માગશર સુદ અગિયારસ અને શનિવારના દિવસે એટલે 3 જી ડિસેમ્બરના રોજ સંતોષી માતાજીની વર્ષગાંઠ છે. સંતોષી માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો સતત સોળ શુક્રવાર સુધી પૂજા કરે છે. તેમના ભક્તો તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમની પૂજા કરે છે. માતાજીના પ્રસાદમાં ખટાશ એટલે ખાટી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માતાજીના ભક્તિના પ્રતીક તરીકે ગોળ અને ચણા અર્પણ કરે છે.
મળશે 16 શુક્રવારના વ્રતના આશીર્વાદ
સંતોષી માતાજીની વર્ષગાંઠ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. તો ભરુચ જિલ્લામાં પણ સંતોષી મતાજીની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભરૂચના લીંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ફિલ્ટરેશન પ્લાન્ટ પાસે સંતોષી માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ, ભરુચ દ્વારા માતાજીની વર્ષગાંઠ નિમિત્તે મહાપ્રસાદી માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સંતોષી માતાજીના મંદિર ખાતે સવારે 10 કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવશે. તો બપોરના 10.30 કલાકથી 2 કલાક સુધી મહાપ્રસાદી એટલે કે મોટાપાયે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભંડારામાં માઈભક્તોને લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાંજના 4 કલાકે માતાજીના મંદિર ખાતે હવન યોજાશે. આયોધ્યાનગરના માઈભકતો સહીત સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે. હવનમાં શ્રીફળ હોમવામાં આવશે.
માતાજીના મંદિર ખાતે કાર્યક્રમોને લઈ મંડપ બનાવવાની આજથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મહાપ્રસાદીને લઇ મંદિર ખાતે અનાજ સહિતનો સામાન લઈ આવવામાં આવ્યો છે.ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે બધા ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમનું સંચાલન કરતા હિતેશ રાણાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી સંતોષી માતાજીના વર્ષગાંઠ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદીમાં દાળ, ભાત, રીંગણ- બટાકાનું શાક, ચણાનું શાક, પૂરી, મોહનથાળ સહિતની પ્રસાદી રાખવામાં આવી છે. તો હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.