Home /News /bharuch /Bharuch: આ સ્મશાન અત્યાધુનિક સુવિધાઓથી છે સજ્જ, આ રીતે થાય છે અંતિમ સંસ્કાર

Bharuch: આ સ્મશાન અત્યાધુનિક સુવિધાઓથી છે સજ્જ, આ રીતે થાય છે અંતિમ સંસ્કાર

X
વેજલપુર

વેજલપુર સ્મશાન ભૂમિમા ઇલેક્ટ્રિકલ સગડી આપવામા આવી...

ડેક્કન ફાઇન કેમ કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીએસઆર એકટીવિટી હેઠળ ભરૂચના વેજલપુર હિન્દુ સ્મશાન ભૂમિને 10 લાખની કિંમતની ઇલેક્ટ્રોનિક્સ હરિત ભઠ્ઠી આપવામાં આવી છે. અગ્નિસંસ્કારમાં 15 મણ લાકડાની જગ્યાએ 4થી 5 મણ લાકડા વપરાશે.

    Aarti Machhi, Bharuch: રાજ્યભરમાં દરેક વિસ્તારોમાં સ્મશાનમાં મોટાભાગે લાકડાનો જ ઉપયોગ થાય છે. લાકડાનો ઉપયોગ ઘટે અને વૃક્ષો કપાતા બચે અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ડેક્કન ફાઇન કેમ કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરાયો છે. વેકુંઠધામ ચેરીટેબલ ટ્રસ્ટ વેજલપુર સ્મશાન ભૂમિમાં અગ્નિ સંસ્કાર માટે 15 મણથી વધુ લાકડા વપરાય છે, જ્યારે હરિત ભઠ્ઠીના ઉપયોગથી ફક્ત 4 થી 5 મણ લાકડા અગ્નિ સંસ્કાર માટે થઈ શકે છે. અને પ્રદુષણ પણ નિયંત્રણમા લાવી શકાય છે.

    અગ્નિસંસ્કાર માટે 15 મણથી વધુ લાકડાનો વપરાશ

    ભરૂચ શહેરમાં નર્મદા નદી કિનારે વેજલપુર સ્થિત સ્મશાન ગૃહ આવેલ છે. જાહેર સ્મશાન ઘાટ જ્યાં હિન્દુ સમાજના લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્મશાન ઘાટમાં સામાન્ય રીતે અગ્નિસંસ્કાર માટે 15 મણથી વધુ લાકડાનો વપરાશ કરવામાં આવે છે.

    રૂપિયા 10 લાખની કિંમતની ઇલેક્ટ્રિકલ સગડી આપી

    પર્યાવરણની જાળવણી માટે ડેક્કન ફાઇન કેમ કેમીકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીએસઆર અંતર્ગત ઇલેક્ટ્રીક સગડી આપવામાં આવી છે. કંપની દ્વારા વેકુંઠધામ ચેરીટેબલ સંચાલિત ટ્રસ્ટમા રૂપિયા 10 લાખની કિંમતની ઇલેક્ટ્રિકલ સગડી આપી છે.આ પ્રસંગે ડેકકન ફાઇન કેમ કેમિકલ અંકલેશ્વર સાઈડ હેડ પરાગ શાહ, એચ આર હેડ વિપુલ રાણા, સી એસ આર હેડ રાહુલ શાહ,વેજલપુર ખારવા સમાજ ટ્રસ્ટી અને સમાજના સામાજીક કાર્યકરો હાજર રહ્યા હતા.

    4 થી 5 મણ લાકડામાં અગ્નિસંસ્કાર થશે

    ડેકકન ફાઇન કેમીકલસ કંપનીના સી એસ આર હેડ વિપુલ રાણાએ જણાવ્યું હતું કે, સી એસ આર પ્રોગ્રામ અંતર્ગત વેજલપુર બંબાખાના સ્મશાન ભૂમિ કે જે વેકુંઠધામ ચેરીટેબલ સંચાલિત ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તેમની વિનંતી આધિન અને પર્યાવરણના જતન માટે તેમજ ગરીબ લોકોના આર્થિક ભારણ ઓછું થાય તે હેતુથી હરિત ભઠ્ઠી આપવામાં આવી છે.અગ્નિસંસ્કારમાં 15 મણ લાકડા વપરાય છે. જેની જગ્યા પર 4 થી 5 મણ લાકડામાં અગ્નિસંસ્કાર થશે અને પર્યાવરણનું જતન થશે. તો ગતવર્ષે પણ હાંસોટના ઉતરાજમાં પણ હરિત ભઠ્ઠી આપવામાં આવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Cremation, Funeral, Local 18

    विज्ञापन
    विज्ञापन