Home /News /bharuch /Bharuch News: સૌથી વધુ ટ્રુનાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો ભારતમાં સર્વોચ્ચ શિખરે

Bharuch News: સૌથી વધુ ટ્રુનાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો ભારતમાં સર્વોચ્ચ શિખરે

નર્મદા જિલ્લા પાસે હઠીલા ટીબીના ઝડપી નિદાન માટે અત્યાધુનિક ટ્રુનાટ (TrueNat) મશીન ઉપલબ્ધ છે. સૌથી વધુ ટ્રુનાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો અગ્રેસર છે.

નર્મદા જિલ્લા પાસે હઠીલા ટીબીના ઝડપી નિદાન માટે અત્યાધુનિક ટ્રુનાટ (TrueNat) મશીન ઉપલબ્ધ છે. સૌથી વધુ ટ્રુનાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો અગ્રેસર છે.

    Aarti Machhi, Bharuch : નર્મદા જિલ્લા પાસે હઠીલા ટીબીના ઝડપી નિદાન માટે અત્યાધુનિક ટ્રુનાટ મશીન છે. શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવાની સાથે સાદી ટીબી છે કે, મલ્ટી ટ્રગ રેજીસ્ટેન્ટ છે તેની ઓળખ કરવા સક્ષમ છે. ટૂંકમાં સુક્ષ્મ ચેપો ધરાવતા દર્દીને શોધવા સક્ષમ છે. સમગ્ર રાજ્યમાં ડિટેક્શન અને તાલુકા કક્ષાએ ખાસ ડિટેક્શન મશીનો વસાવવા સહિત પ્રિવેન્ટિવ સારવાર પુરી પાડવામાં નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.


    જિલ્લાના 213 દિલદારોએ નિક્ષય મિત્ર બનીને 350 દર્દીઓને લીધા દત્તક
    જિલ્લામાં કુલ 1555 ટીબીના દર્દીઓ છે. ટૂંકમાં વડાપ્રધાનના ટીબી મુક્ત ભારતના આહ્વાનને સાકાર કરી ટીબી સામેની લડાઈને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક સહિત સેવાભાવી સંસ્થા તંત્રના અધિકારીઓ, નાગરિકો સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જિલ્લાના 213 લોકોએ નિક્ષય મિત્ર બનવાનો સંકલ્પ કર્યો છે અને કુલ 350 ટીબીના દર્દીઓને 6 માસ માટે દત્તક લઈને સમજાવાયા છે.

    આ પણ વાંચો: 1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચવા ફરતા શખ્સનો પર્દાફાશ

    ટ્રુનાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે
    નર્મદા જિલ્લો ભારત દેશ અને ગુજરાત રાજ્યનું એક માત્ર જિલ્લો છે. જેના તમામ તાલુકાઓમાં ટ્રુનાટ મશીન ઉપલબ્ધ છે. જિલ્લામાં આરોગ્ય વિષયક થઈ રહેલી સરાહનીય કામગીરીમાં નાગરિકો પણ પોતાની સહભાગીતા નોંધાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લો અન્ય જિલ્લાઓ માટે ઇન્સ્પિરેશનલ બની રહેલું છે.
    First published:

    Tags: Bharuch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો