Home /News /bharuch /Bharuch: માય લિવેબલ ભરૂચ; દિવાલો ઉપર સુંદર ચિત્રોના પથરાયા કામણ

Bharuch: માય લિવેબલ ભરૂચ; દિવાલો ઉપર સુંદર ચિત્રોના પથરાયા કામણ

X
વોલ

વોલ ઐતિહાસિક સ્મારકો અને વિવિધ મેસેજ આપતા સુંદર પેઈન્ટીંગથી રંગાઈ

ભરૂચ કલેકટર દ્વારા માય લિવેબલ ભરૂચની મુહિમ ઉપાડવામાં આવી છે.જેમાં શહેરની દિવાલોને વિવિધ એજન્સીઓ મારફતે આકર્ષક પેઇન્ટિંગથી સુંદર બનાવાય રહી છે.માતરિયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલ ઐતિહાસિક સ્મારકો અને વિવિધ મેસેજ આપતા સુંદર પેઈન્ટીંગથી રંગાઈ છે.

વધુ જુઓ ...
Aarti Machhi,  Bharuch: ભરૂચ શહેરને ગ્રીન, ક્લીન અને રહેવા લાયક બનાવવા જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા માય લિવેબલ ભરૂચનું અભિયાન હાથ ધરાયુ છે. જેમાં વિવિધ સંસ્થાઓ, એનજીઓ અને શહેરીજનોની ભાગીદારી જોડવામાં આવી રહી છે.શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા સાથે જાહેર સ્થળો, ઇમારતોની દિવાલ નજીક લોકો કચરો ફેંકી ગંદકી ન ફેલાવે તે માટે મુહિમ શરૂ કરાઇ છે.

દિવાલોને સ્વચ્છતાના વિવિધ સ્લોગનથી સજાવાઈ

શહેરની તમામ સરકારી ઇમારતો અને જાહેર દિવાલોને આકર્ષક પેઇન્ટિંગથી રંગવામાં આવી રહી છે. હાલ માતરિયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલોને સ્વચ્છતાના વિવિધ સ્લોગન, રમતો, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છતાના સૂત્રો દર્શવતાપેઇન્ટિંગથી સજાવવામાં આવી છે.



વોલ પેઇન્ટિંગમાં ભરૂચ સીટીઝન કાઉન્સિલ અને વહીવટી તંત્ર જોડાયું

આગામી સમયમાં તમામ સરકારી ઇમારતો અને જનભાગીદારીથી ખાનગી ઇમારતોની દિવાલો ઉપર વિવિધ પેઇન્ટિંગ કરી તેને સુંદર અને રમણીય બનાવવામાં આવશે.



વોલ પેઇન્ટિંગમાં ભરૂચ સીટીઝન કાઉન્સિલ અને વહીવટી તંત્ર જોડાયું છે. જેમાં દિવાલો સુંદર ચિત્રોથી રંગવાનું કામ વડોદરા, અમદાવાદ અને ઇન્દોરની એજન્સીના કલાકારો કરી રહ્યાં છે.



શું કહે Svmit કોલેજના ડાયરેકટર ?

આ અંગે Svmit કોલેજના ડાયરેકટર જીવરાજ પટેલે જણાવ્યુ હતું કે,માય લિવેબલ ભરૂચ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ શહેર સ્વચ્છ, સાફ અને એકદમ સુંદર બને તે માટે આ મુહિમ ચાલી રહી છે.



અભિયાન અંતર્ગત ભરૂચ શહેરની તમામ મોટી દિવાલો વોલ પેઇન્ટિંગનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોલ પેઇન્ટિંગ એટલે જાહેર દિવાલો પર સુંદર ચિત્રો કે જે ત્યાથી પસાર થતા લોકો સારો મેસેજ અને સુંદર ચિત્રો જોઈ મન પ્રફુલિત થઈ જાય.



જાહેરમાં કચરો ફેકતા અચકાય તે માટે આ મુહિમ હાથ ધરવામાં આવી છે. હાલ માતરીયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ કામગીરી પૂર્ણતાને આરે છે અને તબક્કા વાર સંપૂર્ણ ભરૂચ શહેરને આવરી લેવામાં આવશે.
First published:

Tags: Bharuch, Clean India, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો