અંકલેશ્વરમાં માંડવ્ય ઋષિ સંગીત પાઠશાળામાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાના સંગીત શીખવાડવામાં આવે છે.અહી કોઇ વય મર્યાદા નથી. અહીં હાર્મોનિયમ,તબલા, વાજા પેટી, મંજીરા સહિતના સાધનો વડે સંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં તબલા,હાર્મોનિયમ અને અન્ય વાજિંત્રો શીખવાડવાના ગણિયા ગાંઠિયા કલાકારો હશે, જેઓ પોતાના સાથે સંકળાયેલા બાળકો અને સંગીત પ્રિય લોકોને વાદ્યો વગાડતા શીખવી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિમાં તબલા,નગારા અને હાર્મોનિયમ અગત્યના વાદ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો વાદ્યો વિના થઈ જ શકે નહીં કારણ કે, સંગીતનો તમામ હાર્દ વાદ્યો પર હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સંગીત મહત્વના કહી શકાય એવા હાર્મોનિયમ અને તબલા, વાજા પેટી, મંજીરા સહિતના સાધનો વડે સંગીતને જીવંત રાખી શકાય તે માટે કેટલીક સંસ્થાઓ દ્વારા કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વર શહેર અને તાલુકામાં લોકો લોક વાદ્યો શીખે અને સંસ્કૃતિને જીવંત રાખે તે હેતુથી અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ ટ્રસ્ટ સંચાલિત શ્રી માંડવ્ય ઋષિ સંગીત પાઠશાળા કાર્યરત કરવામાં આવી છે.
આ કલાસીસ ખાતે તબલા,હાર્મોનિયમ સાથે શાસ્ત્રીય સંગીત પણ શીખવાડવામાં આવે છે,જેથી બાળકો ભારતીય સંસ્કૃતિમાં આ વાદ્યોનું શુ મૂલ્ય છે તે સમજી શકે.હાલ વિસરાતી જતી સંસ્કૃતિને જાળવી રાખવા અનેક શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા લોકો પ્રયાસ કરી રહ્યા છે.
માંડવ્ય ઋષિ સંગીત પાઠશાળામાં કોઈ વયમર્યાદા નથી
માંડવ્ય ઋષિ સંગીત પાઠશાળાના સંચાલક જયંતીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષિપ્રા ગણેશ ટ્રસ્ટ દ્વારા શ્રી માંડવ્ય ઋષિ સંગીત પાઠશાળાના નામે ચાલે છે. આ પાઠશાળા પાંચ વર્ષથી ચાલે છે. જેમાં કોઈ વય મર્યાદા નથી. સોમવારથી શનિવાર લઈ અઠવાડિયાના છ દિવસ ક્લાસ ચાલે છે.
ત્રણ ત્રણ દિવસના બે બેચ છે, જેમાં પાંચથી છ કલાક અને છથી સાત કલાકના બે બેચ ચાલે છે. અહી હાર્મોનિયમ, તબલા શીખવાડવામાં આવે છે. તેમજ શાસ્ત્રીય ગાયન શીખવાડવામાં આવે છે. તેઓ પાસે હાલ 20 લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે.