Home /News /bharuch /અંકલેશ્વર: દિયર સાથે લગ્ન કરવાની લ્હાયમાં માતાએ જ 13 વર્ષનાં દીકરાની કરાવી નાંખી હત્યા

અંકલેશ્વર: દિયર સાથે લગ્ન કરવાની લ્હાયમાં માતાએ જ 13 વર્ષનાં દીકરાની કરાવી નાંખી હત્યા

પત્નીએ પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ પતિ અને પુત્રને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો

Ankleshwar news: છોકરાની ઓળખ કપડાંથી ન થાય તે માટે આ લોકોએ દીકરાને મારીને મૃતદેહનાં કપડા ઉતારી નગ્ન કરીને ફેંકી દીધો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Anklesvar (Ankleshwar), India
અંકલેશ્વર: શહેરમાં માતા અને દીકરાનાં સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માતાએ જ તેનાં પ્રેમી અને સંબંધમાં થતા પિતરાઇ દિયર સાથે મળીને જ વ્હાલસોયા દીકરાની ઘાતકી હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી. આ યુગલને પ્રેમમાં યુવતીનો પતિ અને પુત્ર વચ્ચે આવી રહ્યા હતા. જેના કારણે માતા અને પ્રેમીએ સાથે મળીને 13 વર્ષનાં દીકરાની હત્યા કરી નાંખી છે. હાલમાં તો સ્થાનિક પોલીસે માતા અને દિયરની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરી છે.

23 તારીખથી ગુમ હતો દીકરો


આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરની મીરાનગર વિસ્તારમાં આવેલી સોનમ સોસાયટીમાં રહેતા 13 વર્ષનો ક્રિષ્ના યાદવ 23મી જાન્યુઆરીએ ઘરેથી જતો રહ્યો હતો. તેની શોધખોળ કરતા દીકરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી માતા મમતા દેવી સત્યપ્રકાશ સીંગ રામસિંગ યાદવે અંકલેશ્વર જીઆઇડીસીમાં પુત્રનું અપહરણ થયું હોવાની આશંકાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 31મી જાન્યુઆરીએ અંકલેશ્વર મીરાનગરથી ઝઘડીયા રોડ તરફ પેટ્રોલપંપની બાજુમાં રેલ્વે ગરનાળાની બાજુમાં ઉછાલી ગામની સીમમાંથી આ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકનો મૃતદેહ નગ્ન અવસ્થામાં હતો.

આ પણ વાંચો: ફિલ્મી વાર્તાને ટક્કર મારે એવું જીવે છે વલસાડના આ 63 વર્ષનાં યુવાન

માતાનાં અનૈતિક સંબંધો બહાર આવ્યા હતા


પોલીસ તપાસ પારિવારિક અનૈતિક સંબંધો હોવાનું સામે આવ્યું હતુ. જેમાં પોલીસને મૃતકનાં કાકા પર શંકા ગઇ હતી. પોલીસે કાકાની ઝીણવટભરી તપાસમાં પિતરાઇ દિયર સાથે મૃતક ક્રિષ્નાની માતાનાં અનૈતિક સંબંધો બહાર આવ્યા હતા. આ યુગલે પ્રેમ પામવા માટે માસૂમ દીકરાને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

કડકાઇથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતુ કે, આ લોકોને પ્રેમમાં પતિ અને બાળક વચ્ચે આવતા હતા. જેથી બંનેને મારવાનો પ્લાન બનાવ્યો હતો. કાકાએ જ ક્રિષ્નાનું ગળું દબાવીને તેના મૃતદેહને ઉછાલી ગામની સીમ પાસે નાંખી દીધો હતો. છોકરાની ઓળખ છતી ન થાય તે માટે આ લોકોએ દીકરાના મૃતદેહને નગ્ન કરીને પાણીમાં ફેંકી દીધો હતો.
" isDesktop="true" id="1331145" >

હાલ આ બંને પ્રેમી યુગલ જેલનાં સળિયા પાછળ છે. ચારેતરફ આ કેસે ભારે ચર્ચા ઉપજાવી છે.
First published:

Tags: અંકલેશ્વર, ગુજરાત, હત્યા

विज्ञापन