Home /News /bharuch /Bharuch: અંકલેશ્વર અને શિરડીમાં બિરાજમાન સાંઇ બાબાની પ્રતિમામાં આ છે સમાનતા, જુઓ વીડિયો

Bharuch: અંકલેશ્વર અને શિરડીમાં બિરાજમાન સાંઇ બાબાની પ્રતિમામાં આ છે સમાનતા, જુઓ વીડિયો

X
પંચાતી

પંચાતી બજાર વિસ્તારમાં આવેલ જૂનું અને જાણીતુ સાંઈ મંદીર ભકતોમાં આસ્થાનું કેન્દ્ર

અંકલેશ્વરમાં આવેલા સાંઇ મંદિરે છેલ્લા 17 વર્ષથી મેડિકલ સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ શિરડી અને અહીંનાં મંદિરમાં બિરાજમાન સાંઇ બાબાની પ્રતિમા એક જ કારીગરે બનાવી છે. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વરમાં પંચાતી બજાર વિસ્તારમાં સાંઈ મંદિર આવેલુ છે. વર્ષ 1977માં નારાયણ ડેરીની સામે મંદિર બનાવવામાં આવ્યુ હતુ. વર્ષ 2009માં તેનું રીનોવેશન કરીને પંચાતી બજાર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

મંદિરના ટ્રસ્ટીઓનો મુખ્ય ઉદેશ્ય ભોજન કક્ષ કરવાનો છે. હાલ દાન ન મળતું હોવાથી તે બંધ કરવામાં આવ્યુ છે. વર્ષ 2006થી મંદિરમાં મેડિકલ દવાખાનું ચલાવવામાં આવે છે. તેમાં અવિરત સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.આ મંદિરની ખાસિયત એ છે કે, અહીંની પ્રતિમા અને શિરડીનાં સાંઈ બાબાની પ્રતિમા એક જ કારીગરે બનાવી છે.



પંચાતી બજાર વિસ્તારમાં આવેલું મંદિર મીની શિરડી તરીકે પ્રખ્યાત

મંદિર સ્થિત સાંઈબાબાની મૂર્તિ અને શિરડીના સાંઈબાબાની મૂર્તિ એક જ કારીગરે બનાવી છે. આ મંદિર ભકતોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. આ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર મીની શિરડી તરીકે પ્રખ્યાત છે.



ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા

અહીં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. અંકલેશ્વરમાં પંચાતી બજાર ખાતે સાંઈબાબાના મંદિરે દર વર્ષે સાંઇબાબાની પુણ્યતિથિએ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર સહિત આજુબાજુના વિસ્તારમાંથી દર ગુરુવારે ભકતો ઉમટી પડે છે. અનેક ભક્તો પોતાની બાધા પૂર્ણ કરવા અર્થે આવે છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Hindu Temple, Local 18