Home /News /bharuch /Bharuch: મતદાન કરવા ”ભૂલતા નહીં” સૂત્ર દ્વારા જન જાગૃતિનો અનોખો પ્રયાસ

Bharuch: મતદાન કરવા ”ભૂલતા નહીં” સૂત્ર દ્વારા જન જાગૃતિનો અનોખો પ્રયાસ

મતદાન જાગૃત્તિ નો અનોખો સંદેશ

ભરૂચના વિવિધ મેડીકલ સ્ટોર પર બેનરો સાથે “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના સિક્કા થકી ગ્રાહકના બીલ પર સિક્કો છાપીને અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

    Aarti Machhi, Bharuch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ઠેર ઠેર મતદાન જાગૃત્તિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં નાગરિકો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેવો જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ અનુરોધ કર્યો છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અનેક રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો ચૂંટણી અધિકારીઓ સહિતનાઓ દ્વારા મતદાન જાગૃત્તિ માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.



    ભરૂચ જિલ્લામાં પ્રથમ તબક્કામાં એટલે કે 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. તો ભરૂચ જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે  ભરૂચમાં જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.



    ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોરના દુકાનદારો હવે લોકો મત આપવા માટે જાગૃત્ત થાય તે હેતુથી આગળ આવ્યા છે. ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ 1 ડિસેમ્બર જિ:ભરૂચ” મેસેજના સિક્કાની મદદથી મતદાન કરવા જન જાગૃત્તિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



    આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ભરૂચના વિવિધ મેડીકલ સ્ટોર પર બેનરો સાથે “ભૂલતા નહી: મતદાન તારીખ 1 ડિસેમ્બર જિ:ભરૂચ” ના સિક્કા થકી ગ્રાહકના બીલ પર સિક્કો છાપીને અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો છે.



    વધુમાં, ભરૂચ ખાતે મિશન 2022 અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા ભરૂચ જિલ્લામાં ભૂલતા નહી મતદાનની તારીખના સ્ટીકર તૈયાર કરી નાની દુકાનો, લારીઓ સરકારી કચેરીઓ, અનાજ કરિયાણાની દુકાનો પર લોકો વાંચી શકે તે રીતે લગાડવામાં આવ્યાં હતા. તો લોકશાહીના મહાપર્વમાં નાગરિકો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેવો જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ પણ જણાવ્યુ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Bharuch, Local 18, Voting

    विज्ञापन
    विज्ञापन