Home /News /bharuch /

ભરૂચ: દહેજની રોહા ડાયમેક કંપનીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ

ભરૂચ: દહેજની રોહા ડાયમેક કંપનીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ

ભરૂચની કંપનીમાં આગ

Roha dyechem fire: આગ લાગ્યાની જાણ થતા સેફ્ટી અને હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે દહેજના લુવારા ગામ પાસે આ કંપની આવેલી છે.

    ભરૂચ: ભરૂચ ખાતે આવેલી રોહા ડાયકેમ (Roha dyechem) કંપનીમાં ભીષણ આગ લાગ્યાનો બનાવ બન્યો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગ્યાનો કોલ મળ્યા બાદ ફાયર ફાઇટર્સે (Fire brigade) મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીમાં શા માટે આગ લાગી હતી તેનું કારણ જાણવા મળ્યું નથી. દહેજ (Dahej)ની રોહા ડાયકેમ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતા સેફ્ટી અને હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે દહેજના લુવારા ગામ (Luvara village) પાસે આ કંપની આવેલી છે. આગ લાગ્યાનું જાણીને નાસભાગ મચી જવા પામી હતી.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    1) સાબરકાંઠા: ચિતા સળગતી હતી અને અચાનક પૂર આવ્યું


    ગુજરાતમાં (Gujarat weather) હાલ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના (Sabarkantha) વિજયનગરમાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી છે. હાથમતી નદીના (Hathmati river) કિનારે એક ચિતા સળગી રહી હતી. તે દરમિયાન જ અચાનક નદીમાં પૂર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. પાણીના વહેણમાં લાકડાઓ પણ વહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો (Viral video) ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    2) જાંબુવાના બ્રિજ પરના ખાડામાં પડતા યુવકનું મોત


    વરસાદને (Vadodara Rain) કારણે રાજ્યના માર્ગોની સ્થિતિ કથળી છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ ખાડ પડ્યા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે અનેક અકસ્માતોથી (Vadodara Accident) લોકોના જીવ પણ જઇ રહ્યા છે. આવો જ એક કિસ્સો જાંબુવા બ્રિજ (Jambuva bridge accident) પાસે બન્યો છે. મંગળવારે નોકરી પરથી છૂટીને ઘકે જઇ રહ્યા બાઇક (bike accident) પર જઇ રહેલા બે લોકો રોડ પરના ખાડાના કારણે પડી ગયા હતા. પાછળથી આવતા ટ્રકના પૈડા તેમના પર ફરી વળતા બાઇક ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્ચું મોત થયું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)


    3) ફ્લેટની બાલ્કનીમાં મહિલા સાથે ગાઢ આલિંગનમાં હતો યુવક અને...


    અમદાવાદ: અમદવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન (Satellite police station)માં બે મહિલા અને એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ સામે જાહેરમાં બીભત્સ હરકતો કરવાની ફરિયાદ છે. હકીકતમાં આંબાવાડી વિસ્તાર (Ambawadi area)માં આવેલા યમુના એપાર્ટમેન્ટ (Yamuna apartment) ખાતે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે એક ફ્લેટમાં વારંવાર યુવક અને યુવતીઓ આવે છે. આ અંગેની ફરિયાદ મળતા ફ્લેટના રહીશો અને ચેરમેન, સેક્રેટરી તરફથી વોચ ગોઠવવામાં આવી હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bharuch, Fire brigade, આગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन