Home /News /bharuch /Bharuch: આ સંસ્થા વૃદ્ધોની એવી મદદ કરે છે કે ચહેરા પર આવી જાય છે સ્મિત 

Bharuch: આ સંસ્થા વૃદ્ધોની એવી મદદ કરે છે કે ચહેરા પર આવી જાય છે સ્મિત 

X
વિના

વિના મૂલ્યે સંસ્થા આપે છે ટિફિન સેવા

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરી મદદ કરવામાં આવે છે. 70 થી વધુની ઉંમર ધરાવતા નિરાધાર, નિસહાય,એકાંત જીવન જીવતા, વિધવા વિધુર, નિસહાય દિવ્યાંગો માટે વિનામૂલ્યે ટિફિન સેવા આપે છે.

  • Hyperlocal
  • Last Updated :
  • Bharuch, India
    Aarti Machhi, Bharuch: હાલના સમયમાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાને બદલે તેઓને તરછોડી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તેવા સમયે નિસહાય વૃધ્ધોની સેવા કરવા તૈયારી બતાવનાર સેવાભાવી સંસ્થાની કામગીરી બિરદાવવા લાયક છે. ભરૂચના બ્રહ્મકુમારી સર્કલ પાસે આવેલ મનમૈત્રી ગોવર્ધન ભોજન સેવા દ્વારા નિસહાય વૃદ્ધો માટે વિનામૂલ્યે ટિફિન સેવા તેઓના ઘરે જઈને આપે છે.

    ભરૂચ શહેર અને જિલ્લામાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે.જરૂરિયાતમદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. મનમૈત્રી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્લમ વિસ્તારમાં આપત્તિ કાળે સ્થાનિકોને મદદ કરવામાં આવે છે ફાઉન્ડેશનની સેવાઓને પગલે સૌ લોકો પણ તેઓની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે.

    અબોલ જીવો તથા પ્રાણી માત્રની સેવા કરતી અગ્રણી સંસ્થા નિસહાય, દિવ્યાંગ લોકોને ટિફિન સેવા પૂરી પાડે છે.70 થી વધુની ઉંમર ધરાવતા નિરાધાર, નિસહાય,એકાંત જીવન જીવતા, વિધવા વિધુર, નિસહાય દિવ્યાંગો માટે વિનામૂલ્યે ટિફિન સેવા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંચાલિત મનનૈત્રી ગોવર્ધન ભોજન સેવા દ્વારા આપવામાં આવે છે.

    મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંચાલિત મનનૈત્રી ગોવર્ધન ભોજન સેવા દ્વારા ટિફિન સેવાની શરૂઆત આશરે 7 થી 8 મહિના પહેલા કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં કોઈ વૃદ્ધ જો આસપાસ હોઈ અને તે નિસહાય હોય તો તે આ સંસ્થાનો સંપર્ક કરી વિનામૂલ્ય ટિફિન સેવા લઈ શકે છે. આ માટે 93777 61911 ઉપર મનનૈત્રી ગોવર્ધન ભોજન સેવાનો સંપર્ક કરી શકે છે.

    તો ધોરાજીના સન્નારી રંજન બહેન હરિદાસ ચોરેરાના 64મા વર્ષગાંઠ નિમિત્તે તેઓના આર્થિક સહયોગથી બેસહારા જરૂરિયાતમંદ વયોવૃદ્ધ વડીલ ભાઈઓને લોઅર અને બહેનોને બ્લાઉઝ પીસ સાથેની સાડી સાથે ચણિયો ભેટ આપી વસ્ત્ર દાન સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.

    બે ટકનું ભોજન મળે એમાં વૃદ્ધોના મુખે પણ હરકના આંસુ જોવા મળ્યા હતા ત્યારે ખરેખર મનનૈત્રી ગોવર્ધન ભોજન સેવા દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવી રહી છે. તેવા સમયે ભરૂચ શહેરમાં વૃધ્ધોને વિના મૂલ્યે ભોજન આપતી આ સંસ્થાને લોકો પણ દાન થકી સેવા કાર્યમાં સહભાગી બને તે પણ જરૂરી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Help, Local 18, Poor people

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन