Home /News /bharuch /Bharuch: મન મૈત્રી ફાઉન્ડેશન ગરીબ બાળકો માટે કરી રહી છે સરાહનીય કામગીર, આ છે ઉદ્દેશ્ય

Bharuch: મન મૈત્રી ફાઉન્ડેશન ગરીબ બાળકો માટે કરી રહી છે સરાહનીય કામગીર, આ છે ઉદ્દેશ્ય

X
મન

મન મૈત્રી ફાઉન્ડેશન આવ્યું વિદ્યાર્થીઓની વ્હારે

શૈક્ષણિક સહાય યોજના પ્રકલ્પ અન્વયે ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    Aarti Machhi, Bharuch : ભરૂચની અબોલ જીવો માટે હરહંમેશ મદદરૂપ રહેતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન હવે બાળકોની સહાય માટે આગળ આવી છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશનએ સખી દાતાઓના સહયોગથી બાળકોને મદદરૂપ બની છે.

    ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક તહેવાર સમયે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તત્પર રહેતી મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો કપડાં સહિતની વસ્તુઓનું વિતરણ કરી ગરીબ લોકોને તહેવારમાં સેવા રૂપી સુગંધ ફેલાવે છે.

    ભરૂચ શહેર અને જિલ્લામાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે.જરૂરિયાતમદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સલ્મ વિસ્તારમાં આપત્તિ કાળે સ્થાનિકોને મદદ કરવામાં આવે છે ફાઉન્ડેશનની સેવાઓને પગલે સૌ લોકો પણ તેઓની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે.

    શૈક્ષણિક સહાય યોજના પ્રકલ્પ અન્વયે ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ. મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી હિના બહેન પરીખ તથા સંસ્થાના માનદ મંત્રી ક્ષિતિજ પંડ્યાના જન્મ દિન નિમિત્તે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જવાબવહી સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

    કાર્યક્રમમાં શાળાના હરેન્દ્રસિંહ સિંધા, કિન્નર સમાજના કોકિલા માસી, સંસ્થાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળા ખાતે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી જ્યારે શાળા પરિવારે મન મૈત્રી ફાઉન્ડેશનના સેવા કાર્યથી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Donation, Education News, Local 18, Students

    विज्ञापन
    विज्ञापन