Home /News /bharuch /Bharuch: કોણે પદયાત્રીઓને 10 કિલોથી વધુ સુખડી ખવડાવી, અને કેમ, જાણવા જેવું છે કારણ

Bharuch: કોણે પદયાત્રીઓને 10 કિલોથી વધુ સુખડી ખવડાવી, અને કેમ, જાણવા જેવું છે કારણ

X
100થી

100થી વધુ પરિક્રમાવાસીઓને 10 કિલોથી વધુની સુખડી આપવામાં આવી

નર્મદા નદીની પરિક્રમા કરવા મોટી સંખ્યમાં ભાવિકો આવી રહ્યા છે. મનમૈત્રી સંસ્થા દ્વારા ભરૂચના તવરાથી લઈ નિકોરા માર્ગ ઉપર આશરે 100 થી વધુ પદયાત્રીઓને 10 કિલોથી વધુ સુખડીના પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે.

    Aarti Machhi, Bharuch: ભરૂચના તવરાથી લઈ નિકોરા માર્ગ ઉપર આશરે 100 થી વધુ પદયાત્રીઓને 10 કિલોથી વધુની સુખડીના પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે. દુનિયાની એક માત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમાનો લ્હાવો અનેરો છે. દેશની સૌથી લાંબી અને એક માત્ર નર્મદા નદી છે.મધ્ય પ્રદેશમાં અમરકંટકથી નીકળી 1800 કિમીનો લાંબો જળ પ્રવાહ ધરાવતી નર્મદા નદી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ કોટેશ્વર તીર્થ નજીક અરબી સાગરમાં વિલીન થઈ જાય છે.

    સેવા થકી સંસ્થાઓ પુણ્ય કમાય છે

    નર્મદા નદીની પરિક્રમા કરવી દરેકની ઈચ્છા હોય છે. પરંતુ દરેક વ્યકિત પરિક્રમા કરી શકતો નથી તો કોઈક પરિક્રમાવાસીઓની સેવા થકી પુણ્ય કમાય છે. મનમૈત્રી સંસ્થા દ્વારા સુખડી બનાવી પરિક્રમાર્થીઓને વિતરણ કરવામાં આવે છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી દંપતી હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા ભરૂચના તવરાથી લઈ નિકોરા માર્ગ ઉપર આશરે 100થી વધુ પદયાત્રીઓ ને 10 કિલોથી વધુની સુખડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

    અબોલ જીવો તથા પ્રાણી માત્રની સેવા કરતી અગ્રણી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા હર હંમેશ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ સેવા કાર્યમાં હિનાબેન જયેશભાઈ પરીખ,જયેશભાઈ મહેતા સાથે તેઓની દીકરી ઉંમરમાં નાની પરંતુ આકાશ જેટલી આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતી બાળકી અરુંધતી મહેતા અને ભરૂચમાં સોઈલ ટેસ્ટિંગ ડીપાર્ટમેન્ટના અક્ષય અને ટીમ જોડાય છે.

    ધાર્મિક સ્થળોએ અન્નકૂટની વ્યવસ્થા કરી

    પરિક્રમા સમય લગભગ અખાત્રીજ દરમ્યાન દરરોજ અથવા ઓછામાં ઓછું દર રવિવારે સવારે સેવા પ્રવાહિત રાખવાનો સંકલ્પ કર્યો છે.ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓ માટે અનેક ધાર્મિક સ્થળોએ અન્નકૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓ માટે સુખડીની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લાની અન્ય સંસ્થાઓ પરિક્રમાવાસીઓ માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરે તે અત્યંત જરૂરી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Local 18, Narmada, Nature

    विज्ञापन
    विज्ञापन