Home /News /bharuch /Bharuch: માંડવીનાં યુવાનનાં અંગોનું અંકલેશ્વરની  હોસ્પિટલમાં દાન, અન્ય લોકોને મળશે નવજીવન

Bharuch: માંડવીનાં યુવાનનાં અંગોનું અંકલેશ્વરની  હોસ્પિટલમાં દાન, અન્ય લોકોને મળશે નવજીવન

X
સુરતનાં

સુરતનાં માંડવીનાં જયેશભાઇ પ્રજાપતિ પડી જતા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જયેશભાઇને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદ પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કર્યુ છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

સુરતનાં માંડવીનાં જયેશભાઇ પ્રજાપતિ પડી જતા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જયેશભાઇને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદ પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કર્યુ છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch: અંગદાન એ સૌથી મોટું જીવનદાન છે. સુરત જિલ્લાના માંડવી ગામના રેહવાસી જયેશભાઇ પ્રજાપતિની ઉંમર 42 વર્ષ હતી. મિકેનિક ગેરેજનો વ્યવસાય કરી પરિવાર ગુજરાન ચલાવતા હતા. જયેશભાઇ બ્રેનડેડ થતા પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કર્યું હતું.


    માતાજીનાં દર્શન ગયા ત્યારે ડુંગર ઉપરથી પડી ગયા હતા
    જયેશભાઇ પ્રજાપતિ દેવમોગરા માતાજીનાં દર્શન અર્થે ગયા હતા. ડુંગર ઉપરથી અચાનક પડી જતાં તેમણે માથાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાઓને પગલે તેમને તરત જ ડેડીયાપાડાના સી.એચ.સી સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરની સલાહ મુજબ ગંભીર હાલતમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરતાં ખબર પડી કે તેઓનું બ્રેઇન ડેડ થયેલું છે.

    જયેશભાઇ પ્રજાપતિના લીવર, કિડની, લંગ્સ અને કોર્નિયાનું દાન
    આ અંગેની જાણ હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને કરવામાં આવી હતી. હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલ, આઇ.સી.યુ ના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વ.જયેશભાઇના કુટુંબી જનોનું કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. અંગદાન બીજા ત્રણથી ચાર લોકોને નવું જીવનદાન આપી શકે છે. આ અંગદાનમાં જયેશભાઇ પ્રજાપતિના લીવર, કિડની, લંગ્સ, કોર્નિયાનું દાન આપવામાં આવ્યું છે. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની જાઈડસ હોસ્પિટલ અને હૈદ્રાબાદની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમ હોસ્પિટલ સ્થિત ઉપસ્થિત રહી હતી.

    આ પણ વાંચો: ખાલિસ્તાની પ્રવૃત્તિને લઈને અમદાવાદમાં વિરોધ, શું કહે છે ગુજરાત શીખ સમાજના આગેવાનો?

    સ્વ.જયેશભાઇ પ્રજાપતિને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
    હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મી ડેલિવાલાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશભાઇ પ્રજાપતિને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરિવારજનોએ જયેશભાઇ પ્રજાપતિનાં અંગોનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    First published:

    Tags: Bharuch, Local 18