Home /News /bharuch /Bharuch: શું તમને બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માંગો છો, અહી નજીવા ભાવે થાય છે ક્લાસ
Bharuch: શું તમને બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માંગો છો, અહી નજીવા ભાવે થાય છે ક્લાસ
ભરૂચમાં સૌ પ્રથમવાર હવે મેકઅપ સ્કૂલ શરૂ કરાઇ
ઝાડેશ્વર રોડ ઉપર સાંઈ મંદિર સામે આવેલા સાંઈ સ્કવેરમાં યોગીતા વૈષ્ણવ અને અનંત વૈષ્ણવ દ્વારા મન બ્યુટી સ્ટુડિયો તેમજ મેકઅપ સ્કૂલનો આરંભ થયો છે. યોગીતા વૈષ્ણવને ઓલ ઓવર ઈન્ડિયામાંથી સર્ટિફિકેટ અને એવોર્ડ મળ્યા છે.
Aarti Machhi, Bharuch: હાલના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ સલૂન કે બ્યુટી પાર્લરમાં જઈને સુંદર દેખાવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે ત્યારે આ સલૂન અને બ્યુટી પાર્લરના વ્યવસ્થા થકી યુવતી કે પુરુષ રોજગારી મેળવી શકે તે માટે સરકાર દ્વારા પણ કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે તેવા સમયે ભરૂચમાં તમામ વયોવૃદ્ધ સૌ કોઈ શીખી શકે તે માટે આખી આખી શાળા જ શરૂ કરવામાં આવી છે જે આશ્ચર્યની વાત છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર સાંઈ મંદિર સામે આવેલા સાંઈ સ્કવેરમાં યોગીતા વૈષ્ણવ અને અનંત વૈષ્ણવ દ્વારા મન બ્યુટી સ્ટુડિયો તેમજ મેકઅપ સ્કૂલનો આરંભ થયો છે. યોગીતા વૈષ્ણવને ઓલ ઓવર ઈન્ડિયામાંથી સર્ટિફિકેટ અને એવોર્ડ મળ્યા છે. તો એશિયન એક્સેલન્ટ એવોર્ડ, બેસ્ટ મેકઅપ આર્ટીસ્ટ એવોર્ડ સહિતના સન્માન હાંસલ કર્યા છે.
યોગીતા વૈષ્ણવ માત્ર 38 વર્ષ સુધીની ઉંમર સુધીમાં આ બધી સિદ્ધિઓ મેળવી છે. મન બ્યુટી સ્ટુડિયો તેમજ મેકઅપ સ્કૂલનો સમય સવારે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે. ઈન્ટરનેશનલ બ્રાન્ડની પ્રોડકટનો તેઓ ઉપયોગ કરે છે.
અનંત વૈષ્ણવે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્ડમાં છેલ્લા 19 વર્ષથી કામ કરી રહ્યા છે. તેઓના પત્ની યોગીતા વૈષ્ણવે 10 હજારથી વધુ લોકોના મેકઅપ કર્યા છે. તો કોરોના કાળમાં તેઓએ ઓનલાઇન એજ્યુકેશન પૂરું પાડ્યુ હતું. કોરોના કાળમાં તેઓએ લોકોને રોજગારી મળી રહે તે માટે ફ્રી એજ્યુકેશન, ફ્રી મેકઅપ હેરસ્ટાઇલ સહિતના કોર્ષ શીખવ્યા હતા. જેથી લોકો રોજગારી મેળવી શકે. તેઓએ કહ્યું હતું કે મન બ્યુટી સ્ટુડિયો અને મેકઅપ સ્કૂલ તેઓનું સ્વપ્ન હતું જેની શરૂઆત કરી છે.
ભરૂચ જેવા નાનકડા જિલ્લામાં સ્ક્રીન કેર, મેકઅપ, હેર સ્ટાઇલિંગ સહિતની દરેકે દરેક વસ્તુ અહી શીખવવામાં આવે છે. હાલ તેઓ પાસે 400થી વધુ વિદ્યાર્થીઓ છે. તો તેઓએ 13 હજારથી વધુનો લોકોને આ અંગેની તાલીમ આપીને શીખવાડ્યું છે. તો આ અંગેની પ્રેક્ટિસ, થીયરી, પરીક્ષા પણ લેવામાં આવે છે. જેથી લોકોની સ્કીલ બહાર આવે. તો સમયાંતરે પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે.