ભરૂચ: પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે.
આ ઘટના ભરૂચના જંબુસરની કરસન કિલાની વાડી પાસે બની છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પ્રેમ પ્રકરણમાં આ યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાની આશંકા સેવાય રહી છે. ઘટના સ્થળ પરથી પોલીસને મોંઘી બાઈક અને અન્ય કેટલીક વસ્તુઓ મળી આવી છે. મહત્વનું છે ગામની સીમમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
જો કે હજુ સુધી જાણવા નથી મળ્યું કે આ પ્રેમી પંખીડાઓએ ક્યા કારણોસર આપઘાત કર્યો છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ પ્રેમી પંખીડાઓએ ક્યા કારણોસર આપઘાત કર્યો છે.