ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ ભગવાન સિદ્ધિ વિનાયક મંદિર
ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં ભગવાન સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. જે મુંબઇનાં સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની આબેહૂબ પ્રતિકૃતી છે. મંદિર આસ્થાનું કેન્દ્ર છે. તેમજ શ્રાવણ માસમાં જરૂરિયાતમંદ લોકોનાં ઘરે માત્ર 11 રૂપિયામાં કથા કરવામાં આવે છે.
Aarti Machhi, Bharuch: “કલવે ચંડી વિનાયક” ભગવાન શિવજીના મુખેથી નીકળેલું આ વાક્ય કળયુગમા મા ચંડી એટલે આદ્યાશક્તિ અને વિનાયક એટલે કે ભગવાન ગણેશના પૂજન અર્ચનની ગાથા વર્ણવે છે.ત્યારે ભરૂચના મકતમપુર ખાતે ભગવાન સિદ્ધિ વિનાયક ભકતોમાં અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યા છે.
આબેહૂબ મુંબઈના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની પ્રતિકૃતિ અહીં સ્થાપિત
હિન્દૂ ધર્મામાં પ્રથમ પૂજાતા દેવ ગણેશજી ભક્તોના વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. મુંબઈમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. અભિનેતા,રાજકીય નેતા હોય કે સામાન્ય માણસ સૌ કોઈ ભગવાન સિદ્ધિ વિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આવું જ મંદિર ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલું છે. આબેહૂબ મુંબઈના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની પ્રતિકૃતિ આ સ્થળે સ્થાપિત કરવામાં આવી છે.
સવંત 2057ના મહાસુદ ચોથ ગણેશ જયંતિના દિવસે મંદિર ઉપર કળશની સ્થાપના
સવંત 1927માં શેઠ ગોકળભાઈ વરીજલાલે મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું. આ મંદિરનો જીર્ણોદ્વાર સવંત 2056માં કરવામાં આવ્યો હતો અને સવંત 2057ના મહાસુદ ચોથ ગણેશ જયંતિના દિવસે મંદિર ઉપર કળશની સ્થાપના કરી હતી.આ મંદિર સમય જતાં ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
પૌરાણિક મંદિરનું નવ નિર્માણ થતા તેની મહિમામાં વધારો થયો છે. મહાસુદ ચોથ ગણેશ જયંતિના દિવસે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દર મંગળવારે અને દર માસની વદ ચોથના દિવસે ભક્તો વિધ્નહર્તા ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથે તેઓની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે.
માત્ર 11 રૂપિયામાં ભગવાન સત્યનારાયણની કથા
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધનાનો અનેરો મહિમા રહેલો છે.
ત્યારે આ પવિત્ર મહિનામાં સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર 11 રૂપિયામાં ભગવાન સત્યનારાયણની કથા કરાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર