Home /News /bharuch /Bharuch : શિવપુત્ર કાર્તિકેયે અહીં તારકાસુરને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી, મંદિરનો ઇતિહાસ જાણવા જેવો

Bharuch : શિવપુત્ર કાર્તિકેયે અહીં તારકાસુરને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી, મંદિરનો ઇતિહાસ જાણવા જેવો

X
જંબુસરનાં

જંબુસરનાં નહાર ગામ નજીક મહિસાગરનાં ત્રિવેણી સંગમ પર પ્રતિકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. તેમજ શિવપુત્ર કાર્તિકેયે અહીં પ્રતિજ્ઞા લીધી હતી. જોકે હાલ રૂપેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે.

જંબુસરનાં નહાર ગામ નજીક મહિસાગરનાં ત્રિવેણી સંગમ પર પ્રતિકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. તેમજ શિવપુત્ર કાર્તિકેયે અહીં પ્રતિજ્ઞા લીધી હતી. જોકે હાલ રૂપેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે.

Aarti Machhi, Bharuch : શિવપુત્ર કાર્તિકેય સ્વામી મહિસાગર કિનારે આવ્યા હતાં. ત્યારે અસુર તારકાસુરને મારવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર સ્થિત રૂપેશ્વર મહાદેવ મંદિરે પ્રણ એટલે કે પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્થળે કાર્તિકેયે પ્રતિજ્ઞા લીઘી હોવાથી તેથી તેનું નામ પ્રતિકેશ્વર મહાદેવ નામ પડ્યું છે. જો કે સમય જતા પ્રતિકેશ્વર મહાદેવ મંદિર અત્યારે રૂપેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.



સ્કંદપૂરાણમાં પ્રતિકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ
આ મંદિર ખાતે ભકતોની મનોકામના પુર્ણ થતી હોવાની માન્યતા છે. મંદિરે દર સોમવાર સહિત શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્કંદપૂરાણમાં પણ પ્રતિકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



રૂપેશ્વર નહાર સ્થળે ગુજરાતનું પ્રથમ એવુ શનિદેવ મહારાજનું મંદિર છે
રૂપેશ્વર નહાર સ્થળે સમગ્ર મહિસાગર તટ પર ગુજરાતનું પ્રથમ એવુ શનિદેવ મહારાજનું મંદિર આવેલુ છે. જયાં શનિ અમાવસ અને દર શનિવારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે અને ભગવાન શનિદેવના દર્શન કરી પાપ પુણ્ય માટે પ્રાર્થના કરે છે.



શનિદેવના મંદિરનું પણ અનેરું મહત્વ
નારદમુનિ મહિસાગર નદીમાં સ્નાન કરવા આવ્યા હતાં. ત્યારે સર્વગ્રહોએ આવીને વરદાન આપ્યું હતં. શનિદેવના વરદાન પ્રમાણે મહિસાગર સંગમ તીર્થમાં શનિદેવની લોખંડની પ્રતિમાં અથવા સૂર્યદેવની સોનાની પ્રતીમાનું મહિસાગર સંગમતીર્થમાં વિધીપૂર્વક સ્નાન પૂંજન કરવાથી 100 સૂર્યગ્રહણ કરતા વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ પાપમાંથી મુકિત મળે છે. તેમજ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
First published:

Tags: Bharuch, Dharm Bhakti, Local 18