Home /News /bharuch /Bharuch: શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી અહીં બીરાજે છે, આ દિવસે દર્શનનો અનેરો મહિમા

Bharuch: શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી અહીં બીરાજે છે, આ દિવસે દર્શનનો અનેરો મહિમા

X
અંકલેશ્વરમાં

અંકલેશ્વરમાં ભારતનું નવમું અને ગુજરાતનું પહેલું ક્ષિપ્રા મુદ્રાવાળું ગણેશ મંદિર

ગુજરાતના 32 મુદ્રાઓ પૈકી એક ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીની મંદિર અંકલેશ્વરના પૌરાણિક રામકુંડમાં આવેલું છે. ક્ષિપ્રાનો અર્થ શીઘ્ર ફળ આપનાર થાય છે. જેના કારણે અહીં લોકો પોતાની મનોકામના લઇને આવે છે. તેમજ ગણેશજીની સુઢ જમણી બાજું છે.

Aarti Machhi, Bharuch: દરેક કાર્યમાં પ્રથમ પૂજનીય દેવ એવા ગણેશજી સૌને પ્રિય છે. સમગ્ર ભારતભરમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે ક્ષિપ્રા ગણેશ મંદિર સવિશેષ છે. સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્દ ગીતામાં ઉલ્લેખ કરાયો છે.

આ સ્થળે પ્રથમ ગોતમ ગણેશજીનું મંદિર હતું. જે જીર્ણ થઇ જતા અહી ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરાયું છે.તેમજ માંડવ્યેશ્વરનાથ મહાદેવ અને પાવન સલીલા મા નર્મદાનું પણ અહી મંદિર આવેલું છે, ત્યારે ભક્તોની આસ્થા આ સ્થળ સાથે સંકળાયેલ છે.



ગુજરાતના એક માત્ર ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વરમાં બિરાજમાન

ક્ષિપ્રા ગણેશની 32 મુદ્રાઓ પૈકી આ એક ક્ષિપ્રા મુદ્રા વાળા ગણેશજી અહીં બિરાજમાન છે. ક્ષિપ્રાએ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે શીઘ્ર ફળ આપનાર. આ ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની અહીંની ધાર્મિક માન્યતા રહેલી છે.સમગ્ર ભારતમાં ક્ષિપ્રા ગણેશજીના કુલ નવ મંદિર છે. ગુજરાતના એક માત્ર ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વરમાં બિરાજમાન છે. અહીં દર મંગળવારે માનવ મહેરામણ ઉમટે છે. દર અંગારકી ચોથ અને ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.



પાટોત્સવ નિમિત્તે હજારો ભક્તો માટે ભોજન પ્રસાદીનું આયોજન

ક્ષિપ્રા ગણેશ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્ર નટવરલાલ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન ગણેશના પાટોત્સવ નિમિત્તે હજારો ભક્તો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ઓછામાં ઓછા 10 થી 12 હજાર ભક્તો પ્રસાદી લે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી રાખેલ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે. હાલ જ ડિસેમ્બર મહિનામાં 10 મો પાટોત્સવ ઉજવવવામાં આવ્યો હતો. 10 વર્ષ પૂર્ણ કરીને 11 મુ વર્ષ શરૂ થયું છે.



ક્ષિપ્રા ગણેશજીની પ્રતિમાની વિશેષતા

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી પ્રતિમાની વિશેષતા એ છે કે, ગણેશજીને જમણી તરફ સુંઢ છે જે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અન્ય દેવાલયોમાં ગણેશજીને ડાબી તરફ સુંઢ હોય છે. ભગવાન ગણપતિના ચાર હાથમાં અલગ અલગ વસ્તુઓ છે, જેનું ધાર્મિક મહત્વ રહેલુ છે. એક હાથમાં લાડુ છે, જે મીઠાશ આપે છે. બીજા હાથમાં કલ્પવૃક્ષ છે, જે જીવન કલ્પવૃક્ષ સમાન બનાવવા શીખ આપે છે. ત્રીજા હાથમાં ગદા રહેલી છે, જે દંડનું પ્રતિક છે. અંકલેશ્વરનું ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું અનેરુ પ્રતિક રહેલુ છે.



દરેક મંગળવારે ભક્તોનો ધસારો

મંદિર ખાતે દરેક મંગળવારે ભક્તોનો ધસારો જોવા મળે છે અને સવાર અને સાંજના સમયે થતી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે. દર અંગારકી ચોથ અને ગણેશ ચર્તુરથી નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ છે, જેનો લાભ લઇ ભક્તો ધન્યતા અનુભવે છે. દુંદાળાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા રહેલી છે. ભક્તો અહીં માનસિક શાંતિનો અનુભવ કરે છે.
First published:

Tags: Bharuch, Ganesh, Local 18, Lord-ganesha