Home /News /bharuch /Bharuch: 108ની આ ટીમે કરેલી કામગીરીને જાણી તમે બોલી ઉઠશો વ્હા! વાંચી લો આ

Bharuch: 108ની આ ટીમે કરેલી કામગીરીને જાણી તમે બોલી ઉઠશો વ્હા! વાંચી લો આ

ઇમરજન્સી 108 સેવાના કર્મીઓની પ્રામાણિકતાની અનોખી મિશાલ

ભરૂચ જિલ્લાની ગડખોલના 108 સ્ટાફે રૂપિયા દોઢ લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તના પરિવારને પરત કરી હતી અને કર્મીચારીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું. 108ની આકસ્મિક સેવા જીવન તો બચાવે છે સાથે જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે.

  • Hyperlocal
  • Last Updated :
  • Bharuch, India
    Aarti Machhi, Bharuch: ઈમરજન્સી 108 સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. 108ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે ખ્યાત છે અને 108 એ તેની સેવાથી પ્રજાના હ્દયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    108ની અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણ તા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાની ગડખોલની 108 સ્ટાફે રૂપિયા દોઢ લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તના પરિવારને પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    108 જીવન જીવવાના પાઠ પણ શીખવે

    108ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી સાથે જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે, તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા 108ની ટીમ પૂરા પાડી રહી છે. પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપા કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને ભરૂચ જિલ્લાની ગડખોલની 108ની ટીમે કુદરતના દેવદૂત બનીને રૂપિયા દોઢ લાખ રકમ તેમના પરિવારને સુપ્રત કરી છે.

    કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાની ગડખોલની 108 ઇમરજન્સી ટીમ સામે આવ્યો હતો. જેમાં વાપી જિલ્લાના ધંધાદારી યુવાનને નિલેશ બ્રિજ અંકલેશ્વર પાસે આઈસર અને ટ્રક વચ્ચેના અકસ્માત નડતાં યુવક બેભાન થઇ ગયો હતો.

    યુવકના પરિવારને દોઢ લાખ રૂપિયા પરત આપ્યા

    આ અકસ્માતની જાણ ભરૂચ જિલ્લાની ગડખોલની 108 ને થતા મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. 108ના ઇએમટી પિયુષ ચૌહાણ અને પાયલોટ જયદીપ ભાઈ મુનીયાએ તપાસ કરતા આઈસરના ડ્રાઇવર યુવાન બેભાન હાલતમાં હતા. વધુ તપાસ કરતાં આઈસરમાંથી દોઢ લાખ જેવી મોટી રકમ અને એક મોબાઈલ મળી આવ્યા હતા. બેભાન આઈસર ડ્રાઈવર યુવાન મુસ્તુફભાઈ પવારને તાત્કાલિક સારવાર માટે ગડખોલની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

    અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો વાપી સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ દોઢ લાખ રોકડ રકમ અને તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.108ના જિલ્લા અધિકારી ચેતન ગાધે અને ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 108 ambulance, Bharuch, Help, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन