ભરૂચનાં એસપી ડો. લીના પાટીલે પહેલા PTCમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં 12 સાયન્સ કરી BAMS બની તબીબી સેવાની શરૂ કરી હતી. અંતે યુપીએસસી પાસ કરી આઇપીએસ બન્યાં છે
ભરૂચનાં એસપી ડો. લીના પાટીલે પહેલા PTCમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં 12 સાયન્સ કરી BAMS બની તબીબી સેવાની શરૂ કરી હતી. અંતે યુપીએસસી પાસ કરી આઇપીએસ બન્યાં છે
Aarti Machhi, Bharuch : શેર છંલાગ લગાવે તો બે કદમ પાછળ જાય. આ શબ્દ ભરૂચનાં એસપી ડો. લીના પાટીલનાં ગુરુનાં છે. યુપીએસસીમાં બે વાર નિષ્ફળતા મળવા છતા ગુરુનાં શબ્દોને યાદ રાખી ડો. લીના પાટીલ આઇપીએસ ઓફીસર બન્યાં.
મૂળ મહારાષ્ટ્રીય પરિવારમાં ડો. લીના પાટીલનો જન્મ થયો હતો. ડો.લીના પાટીલાનો પરિવાર 70ના દશકમાં ગુજરાતનાં ગાંધીનગરમાં શિફટ થયો હતો. માતા અને પિતા ગાંધીનગર સચિવાલયમાં કલાર્ક હતાં. પરિવારનું વાતાવરણ એવું હતું કે, ડો. લીના પાટીલને ગર્લ સાઇલ્ડ હોવાનું કોઇ પણ દિવસ અનુભવ થયો નહી.
ધોરણ 10માં 80 ટકાથી વધુ માર્કસ આવ્યાં ડો. લીના પાટીલ અભ્યાસમાં ખુબ જ મહેનતુ અને હોશિયાર હતાં. ધોરણ 10માં 80 ટકા કરતા વધુ માર્કસ આવ્યા હતાં. ત્યારે સબંધીઓને પીટીસી કરાવવાની જીદ પકડી હતી અને કોબામાં એડમિશન લઇ લીધું હતું. પરંતુ ડો. લીના પાટીલને પીટીસી કરવું ન હતું. આ સમયે તેઓ ખુબ જ રડ્યાં હતાં સાયન્સમાં અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાદ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસમાં મહેનતુ હોવાનાં કારણે વિજ્ઞાન પ્રવાહમાં સારા માર્કસ સાથે ઉત્તિર્ણ થયા હતાં અને મેડિકલ ઓફિસરની તૈયારીઓ શરૂ કરી હતી. મેડિકલમાં પણ ટોપ કરીને બીએએમએસ થઇ લીના પાટીલ ડોકટર બની ગયા હતાં. ભિલોડામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી શરૂ કરી હતી ડો.લીના પાટીલને ભિલોડામાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી શરૂઆત કરી હતી. આ દરમિયાન સાબરકાંઠાનાં કલેકટર અનુભવ સાહેબ ઇન્સ્પેકશનમાં આવતા હતાં. ત્યારે ડો. લીના પાટીલે કલાસ 1, કલાસ 2 ઓફીસર બનવાનો સંકલ્પ કર્યો. ગાંધીનગર શીપામાં પ્રવેશ મેળવી યીપીએસસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તેમનાં લગ્ન થઇ ગયા હતાં. લગ્ન બાદ પુત્રનો જન્મ થયો. ઘર, પરિવારની જવાબદારી વચ્ચે યુપીએસસીની તૈયારીઓ ચાલુ રાખી હતી. મહેનત રંગ લાવી અને પ્રિલીમરી, મેઇન્સ પાસ થઇ ગયા. જોકે ઇન્ટરવ્યુમાં અટકી ગયા હતાં. હવે બીજા એટેમ્પની તૈયારીઓના આગળના દિવસે જ રિઝલ્ટ આવતા પ્રિલીમરીમાં ફેઈલ ગયા. હવે ડો. લીના પાટીલ પાસે બે પ્રયત્નો જ બાકી હતા. ત્યારે શિપાના જોઈન્ટ ડિરેકટર ગુરૂ પ્રકાશ પટેલે ડો. લીના પાટીલને કહ્યું કે, બેટા સિંહ જ્યારે છલાંગ લગાવવાનો હોય ત્યારે બે સ્ટેપ પાછળ ખસે છે. ગુરુની પ્રેરણાથી UPSCના ત્રીજા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પાસ કરી ઓલ ઇન્ડિયા 7મો રેન્ક મેળવ્યો હતો. ડો. લીના પાટીલનું સિલેક્શન થઈ ગયું. જોકે અહીં પણ તેમનું નસીબ તેઓને IAS ની જગ્યાએ IPS માં લઇ આવ્યું હતું.
વર્ષ 2010 ની બેચના IPS ઓફિસર ડો. લીના પાટીલ પોલીસ સર્વિસમાં જોડાયા વર્ષ 2010 ની બેચના IPS ઓફિસર ડો. લીના પાટીલ પોલીસ સર્વિસમાં જોડાઈ ગયા. આજે પણ તેઓ માને છે કે, પોલીસની જોબ અનેક નેગેટિવિટી ભરેલી છે. પોલીસ પાસે પ્રજા તો શું પણ ખુદ પોલીસ પણ જવાનું વિચારતી નથી. આ ફિલ્ડમાં રોજે રોજ કોઈને મદદ કરવાનો, સહારો બનવાનો ગર્વ અને સંતોષ છે. ડો.લીના પાટીલ મકમતાથી કહે છે કે, લેડી કે જેન્ટ્સ ઓફિસર જેવું કંઈ હોતું નથી. ઓફિસર માત્ર ઓફિસર હોય છે. ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા રાખે છે, વાંચનનો શોખ આઇપીએસ ડો.લીના પાટીલ ધાર્મિક છે.ઇશ્વરમાં ખુબ જ શ્રદ્ધા રાખે છે. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં પ્રથમ વખત શહેરના નાગરિકો અને પોલીસ કર્મચારીઓના કુટુંબ સાથે સમન્વય સાધી પોલીસની કડપને કોરાણે મૂકી માતૃશક્તિને ઉજાગર કરવા સામુહિક ગરબાનું આયોજન કરે છે.તેમજ ડો.લીના પાટીલને વાંચનનો શોખ છે. તમામ સ્તરો ઉપર મહિલાઓને એક પ્લેટફોર્મ મળે: ડો.લીના પાટીલ મહિલાઓ પ્રત્યેના અત્યાચાર અટકાવવા તેમજ મહિલાઓના સમાન અધિકારો માટે તેઓ કાર્યરત છે. દરેક મહિલાઓ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે નિભાવી શકે છે. તેમજ પરિવારના સપોર્ટથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ આવવી જોઈએ. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તેની મુખ્ય થીમ ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇકવાલિટી છે. જેન્ડર ઇકવાલિટી અંગે લીના પાટીલે જણાવ્યું હતું કે, તમામ સ્તરો ઉપર મહિલાઓને એક પ્લેટફોર્મ મળે. તેમજ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે તે માટે એક માહોલ તૈયાર કરવો જોઇએ.