Home /News /bharuch /Bharuch: આવો સ્ટુડિયો તમે નહીં જોયા હોય, આ છે ખાસિયત

Bharuch: આવો સ્ટુડિયો તમે નહીં જોયા હોય, આ છે ખાસિયત

X
શ્રી

શ્રી યંત્ર આકારે તૈયાર કરેલ સ્ટુડિયોની ડિઝાઇન જોતા જ નેશનલ એવોર્ડ મળ્યો

ભરૂચ શહેર આર્કિટેકચર કલાપી બુચએ મકતમપુર રોડ ઉપર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શ્રી યંત્ર આકારમા બનાવેલ સ્ટુડિયોની ડિઝાઇનને નેશનલ એવોર્ડ મળ્યો છે.ઉત્તમ ઇક્કો ફ્રેન્ડલી સ્ટુડિયો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

  Aarti Machhi, Bharuch: પાવન સલીલા નર્મદા નદી કિનારે ભૃગુ ઋષિએ કાચબાની પીઠ ઉપર નંદન સંવત્સરામાં મહા સુદ પાંચમના દિવસે ભૃગુ કચ્છ વસાવ્યું હતું ભૃગુ ઋષિની તપોભૂમિ સમય જતાં રાજ્યના સૌથી પૌરાણિક જાણીતું બંદર આરબ,ઈથિયોપિયાના વ્યાપારીઓ ભરૂચ બંદરને જાણતા હતા.પ્રાચીન સમયમાં કાશી વિશ્વનાથ બાદ બીજી પૌરાણિક શહેર એટલે ભરૂચને માનવામાં આવે છે. લક્ષ્મી માતાની માલિકીનું શહેર ગણવામાં આવે છે.

  વાસ્તું શાસ્ત્રના પ્રમાણને દર્શાવી રહી છ

  ભરૂચ શહેરમાં હાલ ખારી,સૂઝની જગ વિખ્યાત છે.સંતો-મહંતો અને સંગીતક્ષેત્રે પંડિત ઓમકાર નાથ,કનૈયાલાલ મુન્સી,પ્રેમચંદ રાય ચાંદ થઈ ગયા છે.ભરૂચ શહેરની એક કહેવત છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. જુના ભરૂચને બાદ કરતાં સાંપ્રત સમયમાં નવા ભરૂચનું નિર્માણ થતું હોય તેમ ઝાડેશ્વર, દહેજ બાયપાસ અને શ્રવણ ચોકડી તરફ નવા નવા બાંધકામો થઈ રહ્યા છે.  ભરૂચ શહેરમાં રહેતા અને વિદ્યાનગરથી આર્કિટેકચરનો અભ્યાસ હાંસલ કરનાર કલાપી બુચે ભરૂચ શહેરને પોતાની કર્મ ભૂમિ બનાવી છે,જેઓ વિવિધ ક્ષેત્રનું આર્કિટેકચરની કામગીરી કરે છે.તેઓએ ભરૂચમાં દંપતીની વર્ષગાંઠની તારીખ પર બનાવેલ ફોટો સ્ટુડિયો દેશ અને દુનિયાની નજર ખેંચી રહ્યું છે.  વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શ્રી યંત્ર આકારમાં સ્ટુડિયો

  ભરૂચમાં રહેતા વ્યવસાયે ફોટોગ્રાફર હાર્દિક પંચાલ અને તેઓના પત્નીની જન્મ તારીખ-14 એક સરખી હોય તેઓ આર્કિટેકચર કલાપી બુચને ખાસ ડિઝાઇનથી તેઓના વર્ષગાંઠમાં ફોટો સ્ટુડિયો તૈયાર કરવા આગ્રહ કર્યો હતો.જેઓની લાગણીને ધ્યાનમાં રાખી કલાપી બુચએ તરત કામગીરી શરૂ કરવા તૈયારી બતાવી અને 14 એપ્રચર બ્લેડ આકારમાં ફોટો સ્ટુડિયો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શ્રી યંત્ર આકારમાં બનાવવાનું શરૂ કર્યું.  માત્ર 900 સ્કવેર ફૂટમાં ડિઝાઇન કરેલ સ્ટુડિયો કોન્ફરન્સ હોલને લાઇટિંગ અને ડેકોરેશન અભિભૂત થઈ જવાય તેવી ડિઝાઇન બનાવી. માત્ર નવ મહિનામાં સ્ટુડિયો બનીને તૈયાર થતા જ સ્ટુડિઓએ લોકોમાં આકર્ષણ જનમાવ્યું છે.એકદમ ઇકોફ્રેન્ડલી ફોટો સ્ટુડિયોમાં મુલાકાત લેવા આવતા લોકો તેને જોઈને અભિભૂત થઈ જાય છે.  વિશ્વાસ ફોટોગ્રાફી અને બિયોન્ડ પ્રોજેક્ટને પ્રથમ

  તાજેતરમાં મુંબઈ ખાતે આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર્સ ઇન્ડિયા એસિસ ઑફ સ્પેસ ડિઝાઇન એવોર્ડ્સ-2022 દ્વારા ભારતમાં છેલ્લા એક વર્ષમાં બનેલા શ્રેષ્ઠ આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોજેક્ટ્સની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તમામ કેટેગરી માટે 1000થી વધુ એન્ટ્રીઓ મળી હતી.જેમાં સ્ફુર્ણા આક્રિત આર્કિટેક્ટ મૈત્રી-કલાપી બુચ દ્વારા ડિઝાઇન કરાયેલ હાર્દિક પંચાલના વિશ્વાસ ફોટોગ્રાફી અને બિયોન્ડ પ્રોજેક્ટને રિટેલ કેટેગરીમાં મુકવામાં આવ્યો હતો.  1000 પૈકી પાંચ કેટેગરીથી વિશ્વાસ ફોટોગ્રાફી અને બિયોન્ડ પ્રોજેક્ટને પ્રથમ ક્રમ હાંસલ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નેશનલ લેવલે ગૌરવ વધાર્યું છે.કલાપી બુચે તૈયાર કરેલ ઇક્કોફ્રેન્ડલી વિશ્વાસ ફોટોગ્રાફી અને બિયોન્ડ પ્રોજેક્ટ નેશનલ લેવલે સ્થાન મળતા જ તેઓના પરિવારજનો અને મિત્રોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

  કલાપી બુચને 15 નેશનલ અને 1 ઇન્ટર નેશનલ એવોર્ડ મળ્યા

  કલાપી બુચે ભરૂચ શહેરને કર્મ ભૂમિ બનાવી અત્યાર સુધી આર્કિટેકચર ક્ષેત્રે 15 નેશનલ એવોર્ડ અને 1 ઇન્ટર નેશનલ એવોર્ડ મેળવી ભરૂચ જિલ્લાનું નામ ગૌરવ વતું બનાવ્યું છે.તેઓએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે,તેઓનો આ પ્રોજેકટ થકી તેઓને ખરી સારી એવી નામના મળી છે, જે તેઓ માટે આનંદની વાત હોવા સાથે તેઓએ તૈયાર કરેલ પ્રોજેકટ લોકો નિહાળે તે માટે આમંત્રણ આપ્યું છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Bharuch, Local 18, Vastu shastra

  विज्ञापन
  विज्ञापन