Home /News /bharuch /Bharuch: આ શહેર સાથે જોડાયેલો છે પતંગનો ભવ્ય ભૂતકાળ, હવે છેલ્લી પેઢી

Bharuch: આ શહેર સાથે જોડાયેલો છે પતંગનો ભવ્ય ભૂતકાળ, હવે છેલ્લી પેઢી

X
નવી

નવી પેઢીના નિરાશાને કારણે ગુલામ મહોમદ ગુલામ રસુલ શેખ જજુમતા નજરે પડ્યા

ભરૂચના પતંગની ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં બોલબાલા હતી.ભરૂચની પતંગનો ડંકો વાગતો હતો. પરંતુ કાળક્રમે અસ્તિત્વ પૂર્ણ થઇ ગયું છે. હાલ બહારથી પતંગ મંગાવી વેપારીઓ વેચાણ કરે છે.પતંગના વ્યવસાયમાં છેલ્લી પેઢી રહી છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ શહેરના પતંગની દેશના વિવિધ શહેરો અને ગુજરાતમાં વર્ષોથી બોલબાલા હતી. ભરૂચ શહેરના પીર કાઠી વિસ્તારમાં રહેતા ગુલામ મહોમદ ગુલામ રસુલ શેખના બાપદાદા 200 વર્ષથી પતંગના વ્યવસ્યા સાથે સંકળાયેલ હતા. અગાઉ અનેક કારીગરો 1 વર્ષ પહેલા પતંગ બનાવવામાં જોતરાય જતા હતા. હાલ મહોમદ ગુલામ રસુલ શેખ છેલ્લી પેઢીના કારીગર છે. જેઓ પતંગ દેશના વિવિધ શહેરોમાં બોલબાલા હતી પરંતુ નવી પેઢીને પતંગ બનાવવામાં રસ નહી હોવાથી પેઢી દરપેઢીનો વારસો વિસરાય રહ્યો છે.

હાલ ભરુચ શહેરમાં પતંગનો વેપાર કરતાં વેપારીઓ ખંભાત,અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાંથી પતંગ ખરીદી કરી વેચાણ કરતાં થયા છે.પતંગ બનાવવાનું કાંચુ મટિરિયલ મોંઘું મળી રહ્યું છે.



જેને કારણે તેઓ મુઝવણમાં મુકાયા છે. પતંગના વેપારીઓ પણ મળતા નથી. જેથી તેઓ વારસો ટકાવી રાખવા માટે ગુલામ મહમદ એકલા જ પતંગ બનાવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે.



ભરૂચના પતંગના વિવિધ પ્રકારોથી નવી પેઢી અજાણ

આંખેદાર,અધીદર,ચેટેપટે દાર સહીત 12 જાતની પતંગના પ્રકારો વિષે નવી પેઢી અજાણ છે અને પતંગના કારીગર નજીવા દરે પતંગનું વેચાણ કરે છે. વર્ષોથી ભરૂચના પતંગ ગુજરાતમાં ડંકો વગાડતા હતા.ભરૂચ પતંગ માટે પણ જાણીતું હતુ.



નજીવા ભાવે પતંગનું કારીગર કરે છે વેચાણ

હાલ પીર કાઠી વિસ્તારમાં રહેતા ગુલામ મહોમદ ગુલામ રસુલ શેખ 1 પંચો એટલે કે 5 પતંગના 30થી 25 રૂપિયામાં વેચાણ કરે છે.



પતંગ રસિકોને સહેલાઈથી મળે તે માટે હોલસેલમાં પણ વેચાણ કરે છે.હાથથી બનાવેલ પતંગનું ચલણ વધુ છે ત્યારે તેઓ નજીવા ભાવે પતંગોનું વેચાણ કરે છે.



એક દિવસમાં 100 જેટલી પતંગો બનાવે છે

પતંગ બનાવી ઘર બહાર જ તેનું વેચાણ કરે છે. હાલ તેઓ એક દિવસમાં 100 જેટલી પતંગ બનાવે છે. પહેલા તેઓ 1000 જેટલી પતંગ બનાવતા હતા. ઉત્તરાયણ પર્વના બે મહિના પહેલા તેઓ પતંગ બનાવાની શરૂઆત કરે છે. મોંઘવારીને પગલે તેમજ પતંગ બનાવવા માટેના વધતા જતા મશીનોના પગલે તેઓ ઉદાસીન બન્યા છે.
First published:

Tags: Bharuch, Family, Kite Festival, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો