યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શન યોજાયું હતું. પરફોર્મન્સ અને સ્કીલના આધારે 3 થી 4 લાખ વિધાર્થીનીઓમાંથી ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની બે છાત્રોની ફાઇનલ 15 યુનિવર્સીટીની ટીમમાં પસંદગી પામી છે.
Aarti Machhi, Bharuch: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શન યોજાયું હતું. જેમાં સાઉથ ગુજરાતની 100 કોલેજની વિધાર્થીનિઓ સિલેક્શનમાં ઉમટી પડી હતી. પરફોર્મન્સ અને સ્કીલના આધારે 3 થી 4 લાખ વિધાર્થીનીઓમાંથી ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની બે છાત્રોની ફાઇનલ 15 યુનિવર્સીટીની ટીમમાં પસંદગી થઈ છે.
નર્મદા કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસર ડો. કે.એસ. ચૌહાણે આ ગર્વની વાત ગણાવી હતી. પસંદગી પામેલ ખુશી મારવાડી ભરૂચ ડિસ્ટ્રીકટ લેવલ પ્લેયર છે. જે વિકેટ કિપર, બોલર અને બેટર છે. જ્યારે મીરાલી ભાડજા પેસ બોલર છે. બન્ને વિદ્યાર્થીનીઓ બી.કોમ. માં અભ્યાસ કરે છે.
હવે તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ટીમ વતી ભુવનેશ્વરમાં યોજાનાર ઇન્ટર યુનિવર્સીટી વેસ્ટ ઝોન વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની રમત પ્રદર્શિત કરશે. આ અંગે નર્મદા કોલેજના ડૉ કે એસ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષ અમારા માટે સારું રહ્યું છે. મહિલા ક્રિકેટ ટીમમાં અમે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. અને અમારી કોલેજની બે વિદ્યાર્થીનીઓ સિલેક્ટ કરવામાં આવી છે. 3થી 4 લાખ વિદ્યાર્થીનીઓમાંથી અમારી નર્મદા કોલેજની 2 વિદ્યાર્થીનીઓને સિલેક્ટ કરી એ અમારા માટે ગૌરવની વાત છે.
ખુશી મારવાડી ડિસ્ટ્રીકટ લેવલ ખેલાડી છે. તેણી વિકેટ કીપર, બોલર તેમજ ઓલરાઉન્ડર છે. ખુશી મારવાડી એ ઇન્ટર કોલેજ લેવલમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. અને મીરાલી સારી બોલર અને ઓલરાઉન્ડર પણ છે છે. નિરાલીએ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે.તેઓ બન્ને VNSGU સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિમેન્સ ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયા છે. તે અમારી કોલેજ માટે અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે.