ખનક શ્યામ પટેલ અને અયન મનવરે સારો દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કર્યું
વડોદરામાં યોજાયેલી બરોડા ઓપન ટેનીસ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ખનક શ્યામ પટેલ અને અયન મનવરએ નોંધનીય દેખાવ કર્યો હતો.તેમજ ટેનિસમાં ગુજરાત અને ભારતને રિપ્રેઝન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Aarti Machhi, Bharuch: વડોદરામાં લોન ટેનીસ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉંમરના ગ્રુપમાં આશરે 400 જેટલા ખેલાડી ઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભરૂચ ટેનીસ એકેડમીના 12 ખેલાડીઓ રમવા ગયા હતા. જેમાં ખનક પટેલે અંડર-10 બહેનોની સ્પર્ધામાં વિજેતા બની હતી. ખનક પટેલએ ફાઈનલમાં વઝુઆ ખાન ને 7-5 થી હરાવી હતી અને તેણી ચેમ્પીયન બની હતી અને અંડર-12 બહેનોમાં સેમીફાઈનલમાં પહોચી હતી. તેમજ અંડર-8 ભાઈઓમાં અયન મનવરએ આખી ટુર્નામેન્ટમાં ખુબ સરસ દેખાવ કરી રનર્સ-અપ થયો હતો.
ખેલાડીઓ દરરોજ 2 કલાક રમે છે
કોચ મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધમાં અનેક ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલા અને વિજેતા ખેલાડીઓ દરરોજ 2 કલાક રમે છે. જેમાં તેઓ ફિટનેસને ખુબ પ્રાધાન્ય આપે છે.
તેમજ ખેલાડીઓએ દરરોજ યોગા અને મેડિટેશન કરવું જોઈએ. જેથી તેઓ પોતાના ધ્યેય સુધી પહોચી શકે. આજના સમયમાં બાળકને રમત રમાડવી જોઈએ. ગુજરાત અને ભારત દેશ રમત-ગમત પ્રત્યે સારું થઇ રહ્યું છે. આવનાર સમયમાં વધુ ખેલાડીઓ રમે અને સારી સ્પર્ધા થાય તો જ ભારત દેશને સારા ખેલાડીઓ મળી રહેશે.
ખેલ મહાકુંભને પગલે બાળકોમાં અવરનેશ વધી
ભરુચ ટેનિસ એકેડમીના કોચ આર્ચી ગોહિલે જણાવ્યું હતું કે, 24 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં 400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમાં ભરુચ ટેનિસ એકેડમીમાંથી 12 ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં ખનક પટેલ અંડર 10 ગર્લ્સમાં વિજેતા બની છે.
અને અયન મનવર અંડર 8 કેટેગરીમાં રનર્સ અપ થયો છે. અત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભને પગલે બાળકોમાં અવરનેશ વધી ગઈ છે અને ઘણા ખેલાડીઓ રમત માટે બહાર નીકળી રહ્યા છે.
ગુજરાત અને ભારતને રિપ્રેઝન્ટ કરવાની ઈચ્છા : વિજેતા
ખનક પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા 3 વર્ષથી ટેનિસ રમુ છે. વડોદરા ઓપન ટુર્નામેન્ટમાં વિજેતા બની છું. તેનો શ્રેય કોંચ તથા માતા - પિતાને આપુ છું. ખનક પટેલે ખેલ મહાકુંભમાં જીતવા અંગે પ્રયાસો કરી રહી છે. તેણી ગુજરાત અને ભારતને રિપ્રેઝન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.