જિલ્લામાં જારવી નર્સરીનું નામ ખેડૂતો માટે ખૂબ જાણીતું
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સૌથી નાના ગામની જારવી નર્સરી દેશ સહિત રાજ્યના ખેડૂતો માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ રહી છે. જારવી નર્સરી અવનવા રોપાઓ માટે જાણીતી છે. જારવી નર્સરીમાં ફ્રુટની 300થી વધુ વેરાયટી છે.
ભરૂચ: જિલ્લામાં આમ તો અનેક નર્સરીઓ આવેલી છે. વિવિધ નર્સરીઓમાં જાતજાતના છોડ જોવા મળે છે, પરંતુ જો કોઈ નવા કે અનોખા પ્લાન્ટ( છોડ) જારવી નર્સરીમાં જોવા મળશે. ભરૂચની જારવી વર્સરીમાં પ્લાન્ટસ માટે ગ્રીન હાઉસ ઊભું કરવામાં આવ્યું છે. આ ગ્રીન હાઉસમાં એક નહિ પણ લાખો પ્લાન્ટસ છે.
જારવી નર્સરીમાં ખાસ પ્રકારના ઘરમાં શો માટેના એડેનિયમ પ્લાન્ટ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સૌથી નાનકડા ગામ એવા ભરાડિયા ગામની જારવી નર્સરીનું સંચાલન હિનાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. હિના બહેન છેલ્લા 16 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.હિના બહેન નર્સરીમાં અલગ અલગ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજીથી લઈ આઉટ ડોર, ઈન ડોર પ્લાન્ટસ પણ લગાવ્યા છે.
જારવી નર્સરીમાં ખાસ પ્રકારના ઘરમાં શો માટેના એડેનિયમ પ્લાન્ટ છે. જેમાં 200 થી 250 કલરના અલગ અલગ પ્રકારના એડેનિયમ છે. તેનું આયુષ્ય 10 થી 15 વર્ષ છે. જેની કિંમત 100 થી શરૂ થઈને 1 હજાર સુધીની છે. નર્સરીમાં સોલાર પ્રોજેક્ટ પણ છે.
જારવી નર્સરીમાં 300થી વધુ વેરાયટીના ફ્રૂટ પ્લાન્ટ જોવા મળે છે.નર્સરીમાં ગોરસ આમલી, થાઇલેન્ડની વેરાયટી એવા એગ ફ્રુટ કોબીજ, ફૂલેવર સહિતના શાકભાજીની કલમ ઉપલબ્ધ છે. નર્સરીમાં રહેલો થાઇલેન્ડની વેરાયટીનો ખાસ પ્રકારનો એગ ફ્રૂટ જે હાર્ટના દર્દીઓ માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. જે પપોનશ કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે.
જારવી નર્સરીમાં છેલ્લા 23 વર્ષથી અલગ અલગ 5 પ્રકારના તરબૂચની ખેતી પણ કરવામાં આવે છે.જારવી નર્સરીમાં ફ્રુટની 300થી વધુ વેરાયટી છે. કમળક, ગુંદા, જાંબુડી, જેકફ્રુટ, ચીકુની 12 વેરાયટી છે. કેરીમાં 200 વેરાયટી, સીડલેશ જામફળમાં અલગ વેરાયટી રાખે છે.કોબીજ, ફૂલેવર સહિતના શાકભાજીની કલમ પણ તેઓ રાખે છે.
જમરૂખ-ડેલી 3000 પ્લાન્ટેશન,પાઈનેપલ-12 વેરાયટી,મેંગો બરમાં, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડથી અલગ પ્રકારના લાવવામાં આવે છે. પપૈયા- તાઇવાન 3 લાખથી વધુ 786 જાત, બ્લેક બેરી, ગ્રીન બેરી, ડ્રેગન ફ્રૂટ, ઘર સજાવટના પ્લાન્ટ, મોસંબી-300 વેરાયટી, જમરૂખ-7થી 8 લાખ છોડ સ્ટોક છે.
જારવી નર્સરીમાં પ્લાન્ટની ખરીદી કરવા લોકોની ભીડ
જારવી નર્સરીમાં 200થી વધુ લોકો પ્લાન્ટેશન સહિતનું કામ કરી રહ્યા છે. જારવી નર્સરીમાં વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, નવસારી સહિતના દૂર દૂરના સ્થળોએથી લોકો પ્લાન્ટની ખરીદી કરવા માટે આવે છે.