ભરૂચ શહેરના નર્મદા માર્કેટ સ્થિત સરિતા ચોકલેટ હાઉસમાં ડેરીમિલ્ક,કિટકેટ સહિત બાળકોને ગમતી ચોકલેટ, ડીસ્પોઝલ આઇટમનું હોલસેલમાં વેચાણ થઈ રહ્યું છે. હોલસેલમાં ચોકલેટ સસ્તી મળી રહે છે.
ભરૂચ શહેરના નર્મદા માર્કેટ સ્થિત સરિતા ચોકલેટ હાઉસમાં ડેરીમિલ્ક,કિટકેટ સહિત બાળકોને ગમતી ચોકલેટ, ડીસ્પોઝલ આઇટમનું હોલસેલમાં વેચાણ થઈ રહ્યું છે. હોલસેલમાં ચોકલેટ સસ્તી મળી રહે છે.
Aarti Machhi, Bharuch : હવે શુભ પ્રસંગમાં ચોકલેટનું ચલણ વધી ગયું છે. મિઠાઇની જગ્યાએ ચોકલેટ જોવા મળે છે. ત્યારે ભરૂચનાં રાજેશભાઇ મૈસુરી છેલ્લા ત્રણ વર્ષથી હોલસેલમાં ચોકલેટનું વેચાણ કરે છે. સરિતા ચોકલેટ હાઉસમાં 20 કરતા વધુ પ્રકારની ચોકલેટ મળે છે. હોલસેલમાં ચોકલેટ ખરીદતા બજાર કરતા સસ્તી ચોકલેટ મળે છે. વેપારીઓ પણ અહીંથી હોલસેલમાં ચોકલેટ ખરીદી જાય છે.
ભરૂચનાં 30 વર્ષીય રાજેશભાઈ મૈસુરી છેલ્લા 3 વર્ષથી ચોકલેટનો હોલસેલમાં વ્યાપાર કરે છે. યુવાન વેપારી પિતાનો વ્યવસાય સંભાળી રહ્યા છે. રાજેશભાઈ મૈસુરીની સરિતા ચોકલેટ હાઉસ ખાતે 20 કરતા પણ વધુ પ્રકારની ચોકલેટ મળી રહી છે. ચોકલેટમાં ડેરીમિલ્ક, 5 સ્ટાર, કિટકેટ, ગુવાવા ચટપટી, મેંગો ચયપટ, યુરો પોપ, લંડન ગોલ્ડ, ફેન્ટા સ્ટીક, બબલ બૂમ, કેન્ડી ચૂસ, ગોલ્ડ સિલ્વર, મંચ, પર્ક, હેપ્પી ડેન્ટ, હંક, બ્રેક પંચ, જેમ્સ, પલ્સ, સ્ટ્રોબેરી ક્રીમ કેન્ડી, રસેલી નીંબુ કી ચટપટી મસ્તી, કોકોનટ ક્રનચ સહિતની ચોકલેટનું વેચાણ કરવામાં આવે છે.
બિસ્કિટ, કોલ્ડ ડ્રીંકસનું પણ હોલસેલ ભાવે વેચાણ સોનપાપડી, ચીકી સહિત અલગ અલગ પ્રકારની બિસ્કિટ, કોલ્ડ ડ્રીંકસનું પણ હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવે છે. અલગ પ્રકારના સાબુ,પાવડર, પડીકા,પાણીની બોટલસ, ડીસપોઝલ આઇટમ્સનું પણ વેચાણ હોલસેલ દરે છે.
હોલસેલમાં ચોકલેટ સસ્તી મળે છે સરિતા ચોકલેટ હાઉસ ખાતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વેપારીઓ મોટા જથ્થામાં સામાન લેવા માટે આવે છે. અનેક લોકો ડાયરેકટ જ અહી જથ્થામાં ચોકલેટ, બિસ્કીટ, સાબુ, પાવડર સહિતની વસ્તુઓ લેવા માટે આવે છે. 60 જેટલા વેપારીઓ ખરીદી કરવા આવે છે. સસ્તા ભાવે વેચાણ કરે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.